મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

ઉમદા સામાજિક કાર્ય : મુસ્કાન વેલ્ફેર સોસાયટી-મોરબી દ્વારા પાથરણાવાળાઓ માટે છત્રી વિતરણ


SHARE





ઉમદા સામાજિક કાર્ય : મુસ્કાન વેલ્ફેર સોસાયટી-મોરબી દ્વારા   પાથરણાવાળાઓ માટે છત્રી વિતરણ

હાલ જયારે સૂર્યનારાયણ પ્રકોપમાન થઇ રહ્યા છે અને આગ વરસાવતુ આભ અને લુ ઓકતી ધરતીએ જીવમાત્રને આકુળ વ્યાકુળ કર્યા છે. જીવવુ મુશ્કેલ બન્યુ છે ત્યારે જીવ માત્ર ઠંડક શોધવા પ્રયત્નો કરી રહ્યા છે.આવા સમયે પરિવારના ગુજરાન માટે પેટીયુ રડવા માટે ધોમધખતા તાપમાં ખુલ્લામાં ચીજ વસ્તુઓ વહેંચતા નાના લારી, પાથરણા વાળાઓ તેમજ ફેરિયાઓની તો વાત જ શી કરવી ? પરંતુ મોરબી સ્થિત મુસ્કાન વેલ્ફેર સોસાયટીને આવા લોકો ધ્યાને આવતા સંસ્થા દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ માટે ૬  બીગ છત્રિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે તેમને તપતી ગરમીથી મુક્તિ તો નહી આપી શકે પણ રાહત આપનાર સાબીત થશે એ ચોક્કસ છે.

આ એક અતિ ઉત્તમ, સરહાનીય અને માનવતાભર્યું સામાજિક કાર્ય છે, જે વેન્ડર્સ માટે રાહત અને શારીરિક સુરક્ષા આપનારૂ કવચ બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.પાથરણા વાળા દ્વારા પણ જેમ "સુરજ કી ગર્મી સે તપતે હુએ તનકો મીલ જાયે તરૂવર કી છાયા" એવાજ અહોભાવ સાથે સંસ્થાના મહિલા અગ્રણીઓનો આભાર માન્યો હતો.




Latest News