મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા રામ નવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા


SHARE





મોરબીમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા રામ નવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા

મોરબીમાં દર વર્ષે રામનવમી નિમિતે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વ સનાતન હિન્દુ સમાજ દ્વારા યોજવામાં આવેલ શોભાયાત્રામાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા શોભાયાત્રામાં હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજનો રથ, રામ જન્મભૂમિમાં બનાવવામાં આવેલ રમા મંદિરની પ્રતિકૃતિ તેમજ વિવિધ ફ્લોટ્સ  રાખવામા આવ્યા હતા અને આ શોભાયાત્રા જય શ્રી રામના નારા સાથે મોરબીના સામાકાંઠ આવેલ સર્કિટ હાઉસ પાસેથી શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલ, પાડાપુલ, વીસી ફાટક, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, નવડેલા રોડ, જૂના બસ સ્ટેશન, સાવસર પ્લોટ, શનાળા રોડ, બાપા સીતારામ ચોક, ચકીય હનુમાન, હોસ્પિટલ ચોક, નહેરૂ ગેઇટ ચોક, ગ્રીન ચોક અને દરબાર ગઢ પાસે આવેલ રામ મહેલ મંદિરે ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જો કે, મોરબીના દરેક રોડ અને ચોકમાં શોભાયાત્રાનું દરેક જ્ઞાતિ સમાજના લોકો, આગેવાનો વેપારીઓ સહિતનાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું ત્યાં મહાઆરતી સર્વે સનાતન હિંદુ સમાજ દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર બાદ મહાપ્રસાદનું કંસારા સમાજ દ્વારા આયોજન કરાયું હતું અને આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે કમલેશભાઈ બોરીચા, ભાગીરથસિંહ રાઠોડ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

 

મિશન નવ ભારત

મોરબીમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મિશન નવ ભારત મોરબી જિલ્લા સંગઠન અને યુવા ટીમ દ્વારા શોભાયાત્રાનું કેસર બાગ પાસે અદકેરું સ્વાગત કરાયું હતું અને ભગવાન શ્રીરામના જીવન મૂલ્યો અને આદર્શો જન જન સુધી પહોંચે અને એના વિચારોનું અનુકરણ કરે તે માટેનો સંકલ્પ કર્યો હતો




Latest News