મોરબીનાં યુવાનને પિતરાઇ ભાઇએ જ હનીટ્રેપમાં ફસાવ્યો હતો : બે યુવતી સહિત ત્રણની ધરપકડ
મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડે-રિલિફનગર પાસે દબાણ હટાવતી મહાપાલિકા
SHARE








મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડે-રિલિફનગર પાસે દબાણ હટાવતી મહાપાલિકા
મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને તે અંતર્ગત આજે મોરબીના રેલ્વે સ્ટેશન રોડે અને રિલિફ નાગર પાસે મુખ્ય રોડ આસપાસના દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવેલ છે અને જે વિસ્તારમાં દબાણોને દૂર કરવામાં આવેલ છે ત્યાં ફરીથી મહાપાલિકાની ટીમ દ્વારા આગામી દિવસોમાં ચેક કરવામાં આવશે તેવી કમિશનરે જણાવ્યુ છે.
મોરબી પાલિકામાંથી મહાપાલિકા બનાવવામાં આવી ત્યાર થી કમિશનર દ્વારા ટ્રાફિક સહિતના પ્રશ્નોનાં સમાધાન માટે પહેલા જ સપ્તાહથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને છેલ્લા ચાર માહિનામાં ઘણા મુખ્યમાર્ગો ઉપરથી કાચા પાકા લગભગ 600 થી વધારે દબાનોને તોડી પાડવામાં આવેલ છે. અને હજુ પણ આ કામ ચાલી જ રહ્યું છે તેવામાં આજે મોરબીના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમ નાના મોટા દબાણ દૂર કરવા માટે મોરબીના રેલવે સ્ટેશન રોડ અને સામાકાંઠે રિલીફ નગર વિસ્તારમાં પહોચી હતી અને ત્યાં થયેલ દબાણ દૂર કરવા માટે સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને કાચા પાકા બાંધકામો, દુકાનો અને મકાન પાસેના ઓટલા, ઝૂંપડા વિગેરેને દૂર કરવામાં આવેલ છે અને વધુમાં કમિશનરે કહ્યું હતું કે, જે રોડની આસપાસમાંથી અગાઉ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યાં પાછા દબાણ થયેલ નથી તે ચેક કરવા માટે મહાપાલિકાની ટીમ ત્યાં જશે અને જો દબાણ કરવામાં આવેલ હશે તો તેને તોડી નાખવામાં આવશે.

