મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના જુના સાદુળકા ગામ પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સ પકડાયા: 1.90 લાખનો મુદામાલ કબ્જે


SHARE



































મોરબીના જુના સાદુળકા ગામ પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સ પકડાયા: 1.90 લાખનો મુદામાલ કબ્જે

મોરબી તાલુકાના જુના સદુળકા ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસેથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી જેને પોલીસે રોકીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી 200 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને ગાડી મળીને 1,90,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં બેઠેલા બે શખ્સની ધરપકડ કરી હતી અને હાલમાં ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના સદુળકા ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે સાગર કારખાના સામેથી ઇકો ગાડી નંબર જીજે 36 એજે 4631 પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી 200 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને ગાડી મળીને 1,90,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને ગાડીમાં બેઠેલા આરોપી ઇમરાનભાઈ જાનમામદ ભટ્ટી (21) રહે. માળીયા મીયાણા, સિકંદર મુસ્તાકભાઈ કાજેડીયા (20) રહે. સરકારી હોસ્પિટલની બાજુમાં માળીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન માલ આપનાર ઈસ્મતઅલી અબ્બાસભાઈ મોવર રહે. માળિયા મીયાણા તથા માલ મંગાવનાર ભરતભાઈ વલ્લભભાઈ ઉઘરેજીયા રહે. બેલા તાલુકો મોરબી વાળાના નામ સામે આવ્યા હોય ચારેય શખ્સોની સામે પોલીસે ગુનો નોંધીને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

6 બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી નજીકના મચ્છોનગર ગામે હર્ષદભાઈ વાછાણીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હર્ષદભાઈના કબજા વાળા મકાનમાંથી દારૂની છ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 10,320 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હર્ષદભાઈ બીપીનભાઈ વાછાણી (24) રહે. પ્રભુકૃપા ટાઉનશીપ મોરબી મૂળ રહે ખડીયા માણાવદર અને નિશાંતભાઈ સુરેશભાઈ અઘેરા (31) રહે. ઉમા ટાઉનશીપ વૈભવ-એ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બંને સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


















Latest News