મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદમાંથી ચોરી થયેલા વાહનનો ગ્રાહકને ૩.૩૨ લાખ વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતે કર્યો આદેશ


SHARE



































હળવદમાંથી ચોરી થયેલા વાહનનો ગ્રાહકને ૩.૩૨ લાખ વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતે કર્યો આદેશ

હળવદના વતની મેહુલ ભૂપતભાઈ રાતૈયાનું પીક અપ વાહન હળવદ માર્કેટીંગ યાર્ડ પાસેથી તા. ૨૦-૧૨-૨૦૨૩ ના રોજ ચોરી કરવામાં આવેલ છે અને તેમણે વિમો ચોલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સનો લીધેલ હતો. જો કે, વિમા કંપનીએ ફરિયાદીને ફરિયાદ મોડી લખાવ્યા સબબ વિમો આપવાનીના પાડતા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો જેમાં ગ્રાહક અદાલતે ૩,૩૨,૫૦૦ રૂપિયા ૬ ટકાના વ્યાજ સાથે તા. ૨૦-૧૧-૨૦૨૪થી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, હળવદના વતની મેહુલભાઈ ભુપતભાઈ રાતૈયાનું પીક અપ વાહન હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે તા. ૧૯-૧૨-૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે રાખવામા આવેલ હતું અને તે વાહનની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ફરિયાદ પણ કરેલ હતી જો કે, ગ્રાહકે તેના વાહનનો વિમો ચૌલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સમાંથી લીધેલ હતો. જો કે, ગ્રાહકે તેનું વાહન ચોરી થયેલ હોવાની તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે તેને દશેક દિવસ રાહ જોવાનું કહ્યું હતું ત્યાર બાદ ફરિયાદ લીધેલ હતી જેથી વિમા કંપનીએ ગ્રાહકે વાહન ચોરાયાની ફરિયાદ મોડી કરેલ છે તેવું બહાનું કહીને ગ્રાહકને વિમો નહી મળે તેમ જણાવ્યુ હતું જો કે, મેહુલભાઈએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ હતો અને અદાલતે ગ્રાહકે ફરિયાદ મોડી કરી તેનું કારણ પોલીસ ખાતા તરફથી રૂકજાવનો સંદેશો આવેલ હતો. જેથી વિમા કંપનીની કોઈપણ દલીલ માન્ય રાખેલ નહી અને મેહુલ ભૂપતભાઈને ૩,૩૨,૫૦૦ રૂપિયા તા. ૨૦-૧૧-૨૪ થી 6 ટકાના વ્યાજ સાથે અને ૫૦૦૦ રૂપિયા અન્ય ખર્ચના ચુકવવાનો અદાલતે વિમા કંપનીને હુકમ કરેલ છે. તેમ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા તેમજ બળવંતભાઈ ભટ્ટ અને રામભાઈ મહેતાએ જણાવ્યુ છે.


















Latest News