મોરબીના સોખડા ગામ પાસે રોજડુ આડું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિનું મોત
મોરબી રાજકોટ હાઇવે ઉપર કારખાનાની પાછળથી 21 બોટલ દારૂ ઝડપાયોઃ આરોપીની શોધખોળ
SHARE









મોરબી રાજકોટ હાઇવે ઉપર કારખાનાની પાછળથી 21 બોટલ દારૂ ઝડપાયોઃ આરોપીની શોધખોળ
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ કારખાનાની પાછળના ભાગમાં ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે ટંકારા તાલુકા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને 21 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો સનાળા ગામના જયદીપસિંહનો હોવાનું સામે આવતા તેને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વિરાટ હોટલની સામેના ભાગમાં એશિયન કારખાનાની પાછળના ભાગમાં ખરાબાની ખુલ્લી જગ્યામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દારુની રેડ કરી હતી ત્યારે ત્યાંથી જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને 21 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 7500 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો જયદીપસિંહ ઉર્ફે રાજો મહેન્દ્રસિંહ વાડાનો હોવાનું સામે આવ્યું હોય તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે
બે બોટલ દારૂ
વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે રહેતા જયદીપભાઇ હરેશભાઈ અસ્વાર જાતે રાજપૂત (23) ના ઘરે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટીમ દ્વારા ત્યાં દારૂ ની રેડ કરવામાં આવતા ઘરમાંથી બે બોટલ દારૂ મળી આવ્યો હતો માટે પોલીસે બે બોટલ દારૂ સાથે જયદીપ અસ્વારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં મોહબ્બતસિંહ ચૌહાણ રહે. નવા ઢુવા વાળા પાસેથી આ દારૂ બોટલ મેળવી હોવાનું સામે આવ્યું હતુ તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છ
