ટંકારાના ટોળ ગામે લેન્ડગ્રેબિંગના ગુનામાં જામીન ઉપર છૂટવા સરકારી જમીન ઉપરનું દબાણ જાતે દૂર કર્યુ
મોરબીના સોખડા ગામ પાસે રોજડુ આડું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિનું મોત
SHARE









મોરબીના સોખડા ગામ પાસે રોજડુ આડું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિનું મોત
મોરબી તાલુકાનાં સોખડા ગામના પાટીયાથી સોખડા ગામ તરફ જતા રસ્ત ઉપરથી થોડા દિવસો પહેલા ડબલ સવારી બાઇક જતું હતું ત્યારે રસ્તા વચ્ચે રોજડુ આદું ઉતર્યું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને બાઈકમાં બેઠેલા બંને વ્યક્તિઓને નાના મોટી ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા ઍક યુવાનનું સારવારમાં મોત નીપજયું છે જેથી કરીને હલમ મૃતકના ભાઈએ બાઈકના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં સોખડા ગામે રહેતા રઘુવીર ઉર્ફે રઘુભા નટુભા બળદા જાતે ગઢવી (ઉ.૪૨)એ હાલમાં મોટરસાઇકલ નં. જીજે ૩૬ એન ૩૮૯૧ ના ચાલક રવુભા દેવરાજભા બળદા રહે. સોખડા વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૧૯/૧૦ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં આરોપી રવુભા દેવરાજભા બળદા પોતાનું મોટરસાઇકલ લઈને ગામ તરફ જતાં હતા ત્યારે તેના બાઈકમાં ફરિયાદીના ભાઈ ભીખુભા નટુભા પણ બેઠેલા હતા અને ત્યારે આરોપીએ બેફીકરાઇથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને રોડમા રોજડુ આડુ ઉતરતા મોટરસાઇકલ ઉપરથી આરોપીએ કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને મોટરસાઇકલ સ્લીપ થઇ જતા બંનેને ઇજાઓ થઈ હતી જેમાં ફરિયાદીના ભાઈ ભીખુભા નટુભાને શરીરે વધુ ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન ફરીયાદીના ભાઇનુ મોત નીપજયું છે જેથી કરીને પોલીસે ઇ.પી.કો કલમ- ૨૭૯, ૩૩૭, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ- ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
