મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે થાઈરોડની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા મહિલાનું મોત


SHARE

















મોરબીના નીચી માંડલ ગામે થાઈરોડની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા મહિલાનું મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતી મહિલાએ થાઈરોડની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેણીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના નીચી માંડલ ગામે રહેતા ધીરૂભાઈ હસમુખભાઈ સંઘાણીએ પોલીસમાં જાણ કરીને પોલીસને જણાવ્યું હતુ કે તેમના માતા લીલાબેન હસમુખભાઇ સંઘાણી જાતે પટેલ (ઉમર ૫૫) એ તેમના ઘરે ગઇકાલ તા.૨૩ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઘઉંમાં નાંખવાનો ઝેરી પાવડર પી લીધો હતો જેથી કરીને સારવાર માટે લઇ જવાતા ટૂંકી સારવાર દરમિયાન લીલાબેન હસમુખભાઈ સંઘાણી (૫૫) નું મોત નીપજ્યું હતુ. વધુમાં તેઓએ પોલીસને જણાવ્યા પ્રમાણે મૃતક લીલાબેનને છેલ્લા બે વર્ષથી થાઇરોઇડની બીમારી હોય અને તેની દવાઓ ખાઈ ખાઈને કંટાળી ગયા હોવાના કારણે તેઓએ તેમના ઘરે ઘંઉમાં નાંખવાનો ઝેરી પાવડર પી લીધો હતો અને તેના લીધે તેઓનું મોત નિપજ્યું છે.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ કાલીકા પ્લોટ વિસ્તારમાં એ.જે.કંપનીની પાછળ રહેતા સંજયભાઈ અમરશીભાઈ સનારીયા નામનો ૩૯ વર્ષીય યુવાન ગઇકાલે સાંજના સમયે કામ ઉપરથી પરત ઘરે જતો હતો ત્યારે લખધીરપુર રોડ પાસેની વર્ધમાન હોટલ પાસે સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં પગના ભાગે ઇજાઓ થવાથી સંજય સનારીયાને આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.મોરબીના ઘાંટીલા ગામે રહેતો કૌશિકભાઇ રાઠવા નામનો ૨૬ વર્ષીય યુવાન બાઇક લઇને જાંબુડીયા તરફ જતો હતો ત્યારે જુના જાંબુડીયા નજીક ગરનાળા પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રત કૌશિક રાઠવાને પણ સારવારમાં આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.

વૃદ્ધ સારવારમાં

ધ્રાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામે રહેતા ગોરધનભાઈ પરમજીભાઈ ગઢીયા નામના ૭૫ વર્ષીય વૃદ્ધ ગામના બસ સ્ટેશન પાસેથી પગપાળા જતા હતા ત્યાં અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત ગોરધનભાઈ ગઢીયાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના રાતાભેર ગામના ભગવાનજીભાઈ ભુરાભાઈ રજપુત નામના ૫૫ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ગામ નજીક તેમનું બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત ભગવાનજીભાઈને પણ અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News