મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા અને વાંકાનેર શહેરમાં દારૂની ચાર રેડ: 202 બોટલ દારૂ સાથે ચાર પકડાયા, એકની શોધખોળ


SHARE



































મોરબી તાલુકા અને વાંકાનેર શહેરમાં દારૂની ચાર રેડ: 202 બોટલ દારૂ સાથે ચાર પકડાયા, એકની શોધખોળ

મોરબી તાલુકાનાં બાદનપર અને લીલાપર તેમજ વાંકાનેર શહેરમાં દારૂની જુદીજુદી ચાર રેડ કરી હતી જેમાં દારૂની નાની મોટી કુલ મળીને 202 બોટલો પોલીસે કબ્જે કરેલ છે અને કુલ ચાર આરોપીઓને પકડવાના બાકી છે જો કે, એક આરોપીને પકડવાનો બાકી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના બાદનપર ગામ નજીક મોરિયા સીમમાં મૂળજીભાઈ નાનજીભાઈ ના ખેતર પાસે આવેલ વોકળામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને મોટી 34 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 23,324 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિમલભાઈ મૂળજીભાઈ જાદવ (40) રહે. આશાપુરા પાર્ક વાવડી રોડ મોરબી મૂળ રહે. બાદનપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

મોરબી તાલુકાના લીલાપર ગામના ઝાપા પાસેથી પસાર થયેલા શખ્સોને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની નાની 132 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 11,616 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભરતભાઈ તુલસીભાઈ રાઠોડ (21) રહે લીલાપર મોરબી તથા અમિતભાઈ જગદીશભાઈ પરમાર (23) રહે. ગોકુલ રેસીડેન્સી લીલાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહેલા શખ્સે રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2590 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી ચિરાગભાઈ ભરતભાઈ મકવાણા (23) રહે. ત્રાજપર ખારી મયુર સોસાયટી પાસે ઓરિએન્ટલ બેંકવાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના ચંદ્રપુર પાસે વતન હોટલ નજીક સોવારીયામાં સમીરભાઈ સિપાહીના કબજા ભોગવટા વાળા મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 35 બોટલો મળી આવતા પોલીસે 5000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હતો જેથી સમીરભાઈ અબ્દુલભાઈ સિપાહી રહે. સોવારીયા માર્કેટ યાર્ડ બસ સ્ટેશન પાછળ વાંકાનેર વાળાની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


















Latest News