મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે આગ લાગતાં 180 મણ જીરું સહિત 8.85 લાખનો માલ બળીને ખાખ


SHARE



































મોરબીના લીલાપર ગામે આગ લાગતાં 180 મણ જીરું સહિત 8.85 લાખનો માલ બળીને ખાખ

મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા યુવાને પોતાના ઘરની બાજુમાં 180 મણ જીરું અને કડબનો જથ્થો એક ઢાળિયા શેડમાં રાખ્યો હતો ત્યાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી જીરુ અને કડબ બળીને ખાખ થઈ ગયેલ છે જેથી 8.85 લાખનો માલ બળીને ખાખ થઈ ગયેલ છે જેની યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના લીલાપર ગામે રબારીવાસમાં રહેતા પ્રવીણભાઈ વશરામભાઈ ભૂંભારિયા (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે તેઓએ પોતાના રહેણાંક મકાનની બાજુમાં એક ઢાળીયો શેડ બનાવેલ હતો અને ત્યાં તેણે આસરે 180 મણ જીરું અને કડબનો જથ્થો રાખેલ હતો જેમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને 8,10,000 ની કિંમતનું જીરું  અને 75 હજારની કિંમતનો કડબનો જથ્થો આમ કુલ મળીને 8.85 લાખનો માલ બળીને ખાખ થઈ ગયો છે જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના કડીયાણા ગામે મનહરભાઈ મગનભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અમીબેન રાઠવાને ટ્રેક્ટરની ઠોકર લાગતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે.

બાળકી સારવારમાં

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર ખાતે રહેતી રક્ષિતાબેન દિનેશભાઈ મુછડીયા (5) નામની બાળકી મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ઇરોઝ સિરામિક કારખાના પાસે હતી ત્યારે ત્યાં તેને હડકાયું કૂતરું કરડી ગયું હતું જેથી તેને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News