મોરબી નજીકના બેલા ગામ પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાસો ખાઈ પરણિતાએ કર્યો આપઘાત
મોરબી નજીકના ઉંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબી નજીકના ઉંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ કારણસર ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના ઉંચી માંડલ ગામે રહેતા વિનોદભાઈ સંતરામ યાદવ (ઉંમર વર્ષ 30) કોઈ કારણોસર મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ નર્મદા કેનાલમાં ડૂબી ગયા હતા જેથી કરીને કેનાલમાં રહેલા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે