મોરબી નજીકના ઉંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીના પ્રેમજીનગર થયેલ યુવાનની હત્યાના ગુનામાં મહિલા સહિત ત્રણ આરોપી પકડાયા
SHARE









મોરબીના પ્રેમજીનગર થયેલ યુવાનની હત્યાના ગુનામાં મહિલા સહિત ત્રણ આરોપી પકડાયા
મોરબીમાં મકનસર પાસેના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટયો હતો અને હત્યાના આ બનાવમાં પોલીસે મહિલ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં માવાના બાકી પૈસાના મુદદે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગુલાબ વેલજીભાઇ શેખવા (૨૯), જયેશ વેલજીભાઇ સેખવા અને સુનીલ બાબુભાઇ પરમાર (૩૦) તેમજ સામેના પક્ષના કાંતાબેન ચુનીલાલ વઘેરા (૪૦), રાકેશ ચુનીલાલ વઘેરા (૨૨), ચુનીલાલ કમાભાઇ વઘેરા (૪૫) અને સુરેશ ચુનીલાલ વઘેરા (૨૦) નામના કુલ છ લોકોને જે તે સમયે ઇજાઓ થઈ હતો અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હતી જેમાં વેલજીભાઇ નથુભાઇ શેખવા (૫૫) રહે.પ્રેમજીનગર હનુમાન મંદિરની પાસે વાળાએ ત્યાં જ રહેતા ચુનીલાલ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજીભાઈ વઘોરા, હસમુખભાઈ મોહનભાઈ વઘોરા રહે. બધા પ્રેમજીનગર મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી
જે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, જયેશભાઇએ બાકી નીકળતા માવાના પૈસાની માંગણી કરતાં સામેવાળાઓએ ઉશ્કેરાઈ જઈને તલવાર, ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો અને ગુલાબભાઈના માથાના ભાગે તલવારનો ઘા ઝીંકી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે જયેશ અને સુનીલને પણ તલવાર વડે અને ધોકા-પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે અગાઉ મોહન રવજી વઘોરા અને હસમુખ મોહન વઘોરા રહે.બંને પ્રેમજીનગર વાળાની અગાઉ ધરપકડ કરેલ હતી અને બાદમાં રાજકોટ ખાતે ગુલાબભાઈ વેલજીભાઇ શેખવા (૨૯)નું મોત નીપજયું છે જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટયો હતો ને આ ગુનામાં પોલીસે હાલમાં ચુનીલાલ ક્માભાઈ વધોરા(૪૫), કાન્તાબેન ચુનીલાલ વઘોરા (૪૦) અને રાકેશ ચુનીલાલ વઘોરા (૨૨) વાળાની ધરપકડ કરેલ છે જો કે, સુરેશ ચુનીલાલ વધોરાને કોરોના પોઝિટિવ હોવાથી તેને હાલમાં પકડવામાં આવેલ નથી
