મોરબીમાં જલારામ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાંથી 59 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો ઇન્સ્ટગ્રામથી મોરબીમાં રહેતી સગીરાના સંપર્કમાં આવેલ શખ્સે આચર્યું દુષ્કર્મ: 3 સામે ફરિયાદ મોરબીની મહેન્દ્રનગર ચોકડીનો બનાવ, બાઈક ઉપરથી પટકાયેલ 10 વર્ષીય દ્વિજાનું સારવારમાં મોત મોરબીમાં દેશી કટ્ટામાંથી થયેલ ફાયરિંગના ગુનામાં રવાપર ગામના એક શખ્સની ધરપકડ મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક મહિલા સહિત 6 નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા UPI પેમેન્ટ સામે વિરોધ: મોરબીના વેપારીઓએ કેશ-ચેકથી વેપારી શરૂ કર્યો મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના યુવાનને જીભનું કેન્સર હોય ઑક્સીજન લેવલ ઘટી જતાં સારવારમાં મોત: સરાયા નજીક કારખાનના ક્વાર્ટરમાં ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE









વાંકાનેરના યુવાનને જીભનું કેન્સર હોય ઑક્સીજન લેવલ ઘટી જતાં સારવારમાં મોત: સરાયા નજીક કારખાનના ક્વાર્ટરમાં ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને જીભનું કેન્સર હોય બીમારી સબબ તેને ઓક્સિજનનું લેવલ ઘટી ગયું હતું જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મંગાભાઈ રાતોજા (37)ને જીભનું કેન્સર હોય બીમારી સબબ તેને ઓક્સિજનનું લેવલ ઓછું થઈ ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત

ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં આવેલ સ્લોગન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી રાહુલ રમેશભાઈ રાજભર (27) નામનો યુવાન ગત તા. 11/4 ના બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કંપનીના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળે ઉપરથી નીચે પટકાતા તેને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News