મોરબીના રાજકોટ હાઇવે ઉપર બાઇક સવાર યુવાનને આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબી: એનડીપીએસના ગુનાના મુખ્ય આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીની ઈન્ડુસઈન્ડ બેંકના બે ફિકસ ડીપોઝીટમાંથી ૧૮ લાખ ઉપડી જતા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા સાયબર ક્રાઇમમાં ફરીયાદ વાંકાનેરના ગાંગીયાવદર અને મોરબીમાં જવાહર હનુમાનજી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો મોરબી: પ્રાકૃતિક ખેતીમાં જમીનની ચકાસણી કરીને જમીનની ગુણવત્તા મુજબના પોષકતત્વોથી વધુ નફો મળે મોરબી નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબની મુલાકાત લીધી મોરબીમાં વર્ષ 2020 નો અખાદ્ય અનાજનો જથ્થાનો આડેધડ નિકાલ કરનાર પેઢીને પુરવઠા વિભાગે ફટકારી નોટિસ મોરબીના અણીયારી ગામે માતાજીના દર્શને આવેલ પરિવાર પરત થાન જતો હતો ત્યારે અકસ્માત : ૨ ના મોત ૧૨ લોકો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાના પાછળથી યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE















મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાના પાછળથી યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનાની પાછળના ભાગમાં કાચા રસ્તા ઉપર થી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા મળે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે અને આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના બિનાગામનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિમેરો સીરામીક નામના કારખાનના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો અજયભાઈ રાજુકુમાર બંસલ (25) નામનો યુવાન કેસા સેનેટરીવેર પાછળના ભાગમાં આવેલ કાચા રસ્તા ઉપરથી મૃત હાલતમાં મળી આવ્યો હતો જેથી વિરેન્દ્ર ફુલચંદ પ્રજાપતિએ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે અને વધુ તપાસ એ.એમ.ગરીયા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ધૂળકોટ ગામેથી બાગંગા જવાના રસ્તા ઉપરથી આસરે 55 વર્ષની મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી જેથી તેને 108 મારફતે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂટું ગામે હરીનગરમાં રહેતા પરેશભાઈ જયંતીભાઈ વરમોરા (40)ને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News