મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાના પાછળથી યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE



































મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાના પાછળથી યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનાની પાછળના ભાગમાં કાચા રસ્તા ઉપર થી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા મળે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે અને આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના બિનાગામનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિમેરો સીરામીક નામના કારખાનના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો અજયભાઈ રાજુકુમાર બંસલ (25) નામનો યુવાન કેસા સેનેટરીવેર પાછળના ભાગમાં આવેલ કાચા રસ્તા ઉપરથી મૃત હાલતમાં મળી આવ્યો હતો જેથી વિરેન્દ્ર ફુલચંદ પ્રજાપતિએ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે અને વધુ તપાસ એ.એમ.ગરીયા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ધૂળકોટ ગામેથી બાણગંગા જવાના રસ્તા ઉપરથી આસરે 55 વર્ષની મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી જેથી તેને 108 મારફતે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂટું ગામે હરીનગરમાં રહેતા પરેશભાઈ જયંતીભાઈ વરમોરા (40)ને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News