મોરબીમાં સગીરાનું અપહરણ, પોકસો, એટ્રોસીટી અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ આરોપીની ધરપકડ
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું એકાદ મહીના પહેલા રાત્રી દરમિયાન લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે પરણીત ઇસમ દ્રારા અપહરણ કરી જવાતા ભોગ બનેલ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે પોકસો, એટ્રોસિટી, અપહરણ અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.આ દુનામાં એસસીએસટી સેલના ડીવાયએસપી દ્રારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું ગત તા.૧૦-૩ ના રાત્રિના દસ વાગ્યાથી તા.૧૧-૩ ના વહેલી સવારના પાંચ વાગ્યા સુધીમાં વીસીપરા નજીક આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતો રિયાઝ યુસુફભાઈ સામતાણી મિંયાણા નામનો ઇસમ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો.જેથી ભોગ બનેલ સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. તેમાં પોલીસે અપહરણ, પોકસો, દુષ્કર્મ અને એટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ રીયાઝ યુસુફભાઇ સામતાણી મિંયાણી (૨૬) રહે.રણછોડનગર શેરી નંબર-૨ સરદારના બંગલા પાસે મોરબીની એસસીએસટી સેલના ડીવાયએસપી દલવાડી દ્રારા ધરપકડ કરવામાં આવેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ પકડાયેલ આરોપી રિયાઝ સામતાણી પોતે પરણીત હોવા છતાં પણ સગીરાનુ અપહરણ કર્યું હતું અને જુનાગઢ, રાજકોટ સહિતના વિસ્તારોમાં રોકાયો હતો. દરમ્યાનમાં સગીરાની સાથે બળજબરી કરી હતી જેથી હાલ તેને કોર્ટમાં રજૂ કરવા આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
બાળકી-મહીલા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ નજીકના રામાપીરના ઢોરા પાસે રહેતા પરિવારની છાંયા અજયભાઈ કણસાગરા નામની ચાર વર્ષની બાળકીને થોડા દિવસ પહેલા મોરબી-ચોટીલા બાઉન્ડ્રી નજીક બાઇક અને જેસીબી વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.તે રીતે જ મોરબીના કેનાલ રોડ ત્રિકોણનગર વિસ્તારમાં રહેતા સરોજબેન મનોજભાઈ સાવરીયા (ઉમર ૪૪) નામની મહિલાને આઇકોન રેસિડેન્સી નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સાગર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.જે અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ કરી હતી.
યુવાન સારવારમાં
માળીયા (મિં.) નજીકના સામખીયારી ગામે રહેતા રામભાઈ મોહનભાઈ કોળી નામના ૨૫ વર્ષના યુવાનને મણાબા ગામ નજીક આવકાર કન્ટેનર ઝોન નજીક વાહન અકસ્માતમાં ઇજા થતા ૧૦૮ વડે સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના વનાળીયા ગામે રહેતા સાહિલ હનિફભાઈ સુમરા નામના ૧૯ વર્ષના યુવાનને મોરબી રેલ્વે સ્ટેશન રોડ ઉપર ધક્કાવાળી મેલડી માતા મંદિર નજીક વાહન અકસ્માત બનાવમાં ઈજા પામેલા હાલતમાં સારવાર માટે મોરબી લવાયો હતો.