મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાંથી 250 લિટર દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સ પકડાયા, મહિલા બુટલેગરની શોધખોળ


SHARE



































મોરબીમાંથી 250 લિટર દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સ પકડાયા, મહિલા બુટલેગરની શોધખોળ

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી બલેનો ગાડી નંબર જીજે 36 એપી 5003 પસાર થઈ રહી હતી ત્યારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તે ગાડીને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી પ્લાસ્ટિકના 10 બાચકા મળી આવ્યા હતા તેમાંથી 250 લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 50,000 ની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,50,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી વિશાલભાઈ હરખાભાઈ ઝિંઝવાડીયા (20) રહે. પાણીની ટાંકી પાસે જેતપર તથા કિશનભાઇ રમેશભાઈ મકવાણા (20) રહે. વીસીપરા મદીના સોસાયટી બિલાલી મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા રહે. શોભેશ્વર સોસાયટી જુના ઘૂટું રોડ મોરબી વાળીનું દારૂ મંગાવનાર તરીકે નામ સામે આવ્યું હોય પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે અને મહિલા બુટલેગરને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


















Latest News