મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબી-કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની ટીમે બાલંભા પાસે ૫૦ પાડા ભરેલ ટ્રક પકડયો


SHARE











મોરબી-કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની ટીમે બાલંભા પાસે ૫૦ પાડા ભરેલ ટ્રક પકડયો

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળને બાતમી મળેલ કે કચ્છ બાજુથી મોટા પ્રમાણમાં ટ્રકમાં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે માળીયા થઈને જામનગર લઈ જવામાં આવે છે.જેને આધારે મોરબી અને કચ્છ ગૌરક્ષક વોચમાં બેઠા હતા ત્યારે કચ્છ બાજુથી ગાડી આવેસ જેના નંબર જીજે ૧૨ એએચ ૮૬૪૫ બાતમી મુજબ ગાડી આવતા તે ગાડીને માળીયા નજીક રોકવાનો પ્રયાસ કરતા જે ગાડી ફુલ ઝડપે ભગાડવામાં આવતા તેનો પીછો કરીને જોડીયાના બાલંભા ફાટક પાસે રોકાવીને તેમાં ચેક કરતા ભેંસ વર્ગના પાડા જીવ નંગ ૫૦ ક્રુરર્તાપૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે તેવી રીતે બાંધેલા હોય કોઈ પાસ પરમાટ ન હોય જેને પૂછપરછ કરતા જણાવેલ કે કચ્છના કનૈયા બે બાજુથી ભરેલા છે અને જામનગર કાલાવડના નાકે કતલ કરવા માટે લઈ જવામાં આવતા હોય તે ૫૦ જીવોને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને કચ્છ ગૌરક્ષક મોરબી અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સહયોગથી જીવોને બચાવી લેવામાં આવ્યા હતા.આ ૫૦ જીવોને રાજકોટ પાંજરાપોડમાં મુકવામાં આવ્યા હતા.આ કામમાં મોરબી તથા જોડીયા પોલીસનો સહયોગ મળ્યો હતો.

હાલમાં  કમલેશભાઇ બોરીચા (મોરબી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ અને ગૌરક્ષક દળ ગુજરાત રાજ્ય) દ્વારા જોડીયા પોલીસ મથકે ટ્રક સાથે પકડાયેલા ઈસાબશા જમાલશા શેખ રહે.ભુજ (કચ્છ) સહીતના સામે ફરીયાદી નોંધાવામા આવી છે.રેડની કામગીરીમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ, ગૌરક્ષક દળ ગુજરાત રાજ્ય, કચ્છ ગૌરક્ષક જીવદયા, રાજકોટ ગૌરક્ષક જીવદયા, વિરમગામ ગૌરક્ષક જીવદયા, લીંબડી ગૌરક્ષક જીવદયા અને ચોટીલા ગૌરક્ષક જીવદયાના કાર્યતરોએ સારો સહયોગ કર્યો હતો.






Latest News