મોરબીમાં ખાનગી હોસ્પિટલના પગથિયાં ચડતા સમયે આચકી આવતા સગર્ભા મહિલાનું મોત
મોરબીના સાદુળકા ગામ નજીક કારખાનાની અગાસી ઉપરથી નીચે પડતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબીના સાદુળકા ગામ નજીક કારખાનાની અગાસી ઉપરથી નીચે પડતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના સાદુળકા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં અગાસી ઉપરથી પડી જવાના કારણે યુવાનને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીથી અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના મોટાભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમ આવેલ કિયા સીરામીક નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતેલ કિશનભાઇ ડંડીયા (28) નામનો યુવાન ગત તા. 4/4/25 ના રોજ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં અગાસી ઉપરથી નીચે પડી જતા તેને ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાર બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના ભાઈ સુજીત કિશન ડંડીયા (30) રહે. કિયા સીરામીક સાદુળકા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
યુવાનનું મોત
મોરબીના વીસીપરામાં આવેલ રણછોડનગર વિસ્તારમાં શાંતિવન સ્કૂલની બાજુમાં રહેતા કૈલાશભાઈ લક્ષ્મણભાઈ મંદરીયા (35) નામનો યુવાન કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ ઈંટોના ભઠ્ઠા પાસેથી મળી આવેલ હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.