મોરબીમાં ખાનગી હોસ્પિટલના પગથિયાં ચડતા સમયે આચકી આવતા સગર્ભા મહિલાનું મોત
SHARE







મોરબીમાં ખાનગી હોસ્પિટલના પગથિયાં ચડતા સમયે આચકી આવતા સગર્ભા મહિલાનું મોત
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલમાં સગર્ભા મહિલા સીડી ચડીને ઉપર જતી હતી ત્યારે તેને અચાનક આંચકી આવતા તે બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટર દ્વારા તે મહિલા અને ગર્ભમાં રહેલ બાળક બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેથી મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં સનાળા રોડ ઉપર સ્કાય મોલની પાછળના ભાગમાં આવેલ હદાણીની વાડીમાં રહેતા મહિપતભાઈ લાધાભાઈ કંઝરિયાના પત્ની કીર્તિબેન મહિપતભાઈ કંઝરિયા (29) સગર્ભા હોય તેઓને ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કલરવ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં હોસ્પિટલની સીડીઓ ચડતા હતા ત્યારે અચાનક કીર્તિબેનને આચકી આવતા તે બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ કલરવ હોસ્પિટલના ડોક્ટરે કીર્તિબેનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને તેના ગર્ભમાં રહેલ બાળકનું પણ મોત નીપજયું હતું જેથી મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
