મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા-યુવા મહિલા સંમેલનનું આયોજન
SHARE
મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા-યુવા મહિલા સંમેલનનું આયોજન
મોરબીના આગામી મંગળ અને બુધવારે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા-યુવા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી- હરિયાણાના અંજલિબેન આર્ય સચોટ માર્ગદર્શન આપશે.
આ અંગે આયોજકોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, તા. 22 અને 23 ના રોજ મોરબી ખાતે નારી પ્રશિક્ષણ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને નારી શ્રેષ્ઠ શા માટે?, નારી શક્તિ શું કરી શકે?, નારીનું આ સમાજ અને રાષ્ટ્ર માટે શું યોગદાન છે ? તે વિષય ઉપર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમ મોરબીના રવાપર રોડે આવેલ સાધના કોમ્પ્લેક્સમાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટરના હોલ ખાતે સાંજે 4 થી 6 દરમિયાન યોજાશે. જેમાં તા 22 ના રોજ મહિલા અને 23 ના રોજ યુવા મહિલા સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે અને નારી પ્રશિક્ષણ સત્રમાં મહિલાઓને ઉપસ્થિત રહેવા આયોજકે આમંત્રણ આપ્યું છે અને વધુ માહિતી માટે ધરતીબેન બરાસરા (9825941704)નો સંપર્ક કરવા જણાવ્યું છે.