મોરબી સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થિની બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ
મોરબીમાંથી પોશડોડા અને તેના પાવડર સાથે 1 શખ્સની ધરપકડ: કુલ 72,200 નો મુદામાલ કબજે
SHARE









મોરબીમાંથી પોશડોડા અને તેના પાવડર સાથે 1 શખ્સની ધરપકડ: કુલ 72,200 નો મુદામાલ કબજે
મોરબી નજીક લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ પાસે રહેણાંક મકાનમાં પોશડોડાનો જથ્થો છુપાવેલ હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 3 કિલો 19 ગ્રામ માદક પદાર્થ પોશડોડા અને 1 કિલો 210 ગ્રામ પોશડોડાનો પાવડર મળી આવેલ હતો જેથી માદક પદાર્થ, બાઇક અને મોબાઈલ તેમજ રોકડ રૂપિયા મળીને પોલીસે 72,700 નો મુદામાલ કબજે કરેલ છે. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટનું જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ જિલ્લામાં નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખેલ છે અને મોરબી એસઓજીના પીઆઇ એન.આર.મકવાણાના માર્ગદર્શન હેઠળ ટિમ કામ કરી રહી છે તેવામાં મુકેશભાઇ વાલજીભાઇ તથા મદારસિંહ માલુભાને સંયુક્તમાં ખાનગી બાતમી મળી હતી કે, માધાભાઇ કારાભાઇ ટોયેટા રહે. સૌમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટાવાળા બાઇક નંબર જીજે 36 એજી 1845 ઉપર થેલીમાં માદક પદાર્થ પોસડોડાનો જથ્થો લઇ જઈને પોતાના ગ્રાહકોને વેચાણ કરવા માટે મકનસર તરફ જવાનો છે જેથી કરીને લાલપર ગામ નજીક આયકર વિભાગની કચેરી સામે નેશનલ હાઇવે રોડે વોચ રાખી હતી ત્યારે સર્વીસ રોડ ઉપરથી આ શખ્સ માદક પદાર્થ પોશડોડાના જથ્થા લઈને નીકળ્યો હતો ત્યારે તેની પુછપરછ કરતા પોતે વધુ પોશડોડાનો જથ્થો પોતાના કબજા ભોગવાટા વાળા રહેણાંક મકાન સૌમૈયા સોસાયટી, વાવડીરોડ, મોરબી ખાતે રાખેલ હોવાનુ કહ્યું હતું જેથી તેના મકાનમાં ઝડતી લેવામાં આવી હતી અને આ શખ્સ પાસેથી 3 કિલો 19 ગ્રામ માદક પદાર્થ પોશડોડા અને 1 કિલો 210 ગ્રામ પોશડોડાનો પાવડર મળી આવેલ હતો જેથી કરીને પોલીસે 13,200 નો માદક પદાર્થ અને 4500 રૂપિયા રોકડા તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત 5000 અને એક બાઇક નંબર જીજે 36 એજી 1845 જેની કિંમત 45 હજાર આમ કુલ મળીને 72700 નો મુદામાલ કબજે કરેલ છે. અને આરોપી માધાભાઈ કારાભાઈ ટોયેટા (34) રહે. સૌમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી. વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ-8(સી), 15 (બી) મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને આ કામગીરી એસઓજીના પીઆઇ એન.આર.મકવાણાની સૂચના મુજબ રસીકકુમાર કડીવાર, મદારસિંહ મોરી, મુકેશભાઈ જોગરાજીયા, મનસુખભાઇ દેગામડીયા, જુવાનસિંહ રાણા, આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇએ કરેલ હતી.
