મોરબી સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થિની બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ
SHARE









મોરબી સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થિની બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ
મોરબી સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થિની મરવણીયા કાવ્યા ખેલમહાકુંભની બેડમિન્ટન સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલ છે ત્યારે ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાએ ઝળહળી સિદ્ધી બદલ તે દીકરીને ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે. ઉલેખનીય છે કે, ગુજરાતના કુલ 159 ખેલાડીઓએ બેડમિન્ટનની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને બે દિવસની સ્પર્ધામાં સતત 7 મેચો જીતી મરવણીયા કાવ્યા એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર ગુજરાતમાં પોતાના માતા પિતા, પરિવારજનો તેમજ સાર્થક વિદ્યામંદિર અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે જેથી શાળાના કોચ રાજદીપસિંહ અને કાવ્યા તેમજ તેના માતા પિતાને શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ શુભેચ્છા પાઠવી હતી.
