મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાંથી પોશડોડા અને તેના પાવડર સાથે 1 શખ્સની ધરપકડ: કુલ 72,200 નો મુદામાલ કબજે


SHARE



































મોરબીમાંથી પોશડોડા અને તેના પાવડર સાથે 1 શખ્સની ધરપકડ: કુલ 72,200 નો મુદામાલ કબજે

મોરબી નજીક લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ પાસે રહેણાંક મકાનમાં પોશડોડાનો જથ્થો છુપાવેલ હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 3 કિલો 19 ગ્રામ માદક પદાર્થ પોશડોડા અને 1 કિલો 210 ગ્રામ પોશડોડાનો પાવડર મળી આવેલ હતો જેથી માદક પદાર્થ, બાઇક અને મોબાઈલ તેમજ રોકડ રૂપિયા મળીને પોલીસે 72,700 નો મુદામાલ કબજે કરેલ છે. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટનું જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ જિલ્લામાં નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખેલ છે અને મોરબી એસઓજીના પીઆઇ એન.આર.મકવાણાના માર્ગદર્શન હેઠળ ટિમ કામ કરી રહી છે તેવામાં મુકેશભાઇ વાલજીભાઇ તથા મદારસિંહ માલુભાને સંયુક્તમાં ખાનગી બાતમી મળી હતી કે, માધાભાઇ કારાભાઇ ટોયેટા રહે. સૌમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટાવાળા બાઇક નંબર જીજે 36 એજી 1845 ઉપર થેલીમાં માદક પદાર્થ પોસડોડાનો જથ્થો લઇ જઈને પોતાના ગ્રાહકોને વેચાણ કરવા માટે મકનસર તરફ જવાનો છે જેથી કરીને લાલપર ગામ નજીક આયકર વિભાગની કચેરી સામે નેશનલ હાઇવે રોડે વોચ રાખી હતી ત્યારે સર્વીસ રોડ ઉપરથી આ શખ્સ માદક પદાર્થ પોશડોડાના જથ્થા લઈને નીકળ્યો હતો ત્યારે તેની પુછપરછ કરતા પોતે વધુ પોશડોડાનો જથ્થો પોતાના કબજા ભોગવાટા વાળા રહેણાંક મકાન સૌમૈયા સોસાયટી, વાવડીરોડ, મોરબી ખાતે રાખેલ હોવાનુ કહ્યું હતું જેથી તેના મકાનમાં ઝડતી લેવામાં આવી હતી અને આ શખ્સ પાસેથી 3 કિલો 19 ગ્રામ માદક પદાર્થ પોશડોડા અને 1 કિલો 210 ગ્રામ પોશડોડાનો પાવડર મળી આવેલ હતો જેથી કરીને પોલીસે 13,200 નો માદક પદાર્થ અને 4500 રૂપિયા રોકડા તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત 5000 અને એક બાઇક નંબર જીજે 36 એજી 1845 જેની કિંમત 45 હજાર આમ કુલ મળીને 72700 નો મુદામાલ કબજે કરેલ છે. અને આરોપી માધાભાઈ કારાભાઈ ટોયેટા (34) રહે. સૌમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી. વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ-8(સી), 15 (બી) મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને આ કામગીરી એસઓજીના પીઆઇ એન.આર.મકવાણાની સૂચના મુજબ રસીકકુમાર કડીવાર, મદારસિંહ મોરી, મુકેશભાઈ જોગરાજીયા, મનસુખભાઇ દેગામડીયા, જુવાનસિંહ રાણા, આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇએ કરેલ હતી.


















Latest News