મોરબીના અમેય પટેલે જેઈઇ ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં 1120 મો રેન્ક મેળવ્યો
વાંકાનેર આપ દ્વારા સરપંચોને પગાર આપવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું
SHARE







વાંકાનેર આપ દ્વારા સરપંચોને પગાર આપવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું
વાંકાનેર આમ આદમી પાર્ટીની વિધાનસભાની ટીમ દ્વારા પ્રાંત કચેરી ખાતે સરપંચોને વિશેષ લાભ મળે અને સરપંચોને નાણાકીય સહાય સરકાર દ્વારા ચુકવવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ હતું કે, સરપંચોને ગામના વિકાસ માટે ફાળવવામાં આવતા ભંડોળનો ઉપયોગ કરવામાં વધુ સ્વતંત્રતા આપવી જોઈએ, સરપંચોને આધુનિક ટેકનોલોજી, જેમ કે ડેટા એનાલિટિક્સ અને ગ્રામીણ વિકાસ માટે AI-આધારિત ટૂલ્સની તાલીમ આપવી જોઈએ, મહિલા સરપંચોને નેતૃત્વ અને વહીવટી કૌશલ્યો વધારવા માટે વધુ વર્કશોપ અને મેન્ટરશિપ પ્રોગ્રામ શરૂ કરવા જોઈએ, સરપંચોની ફરિયાદો અને સમસ્યાઓના નિરાકરણ માટે એક ડેડિકેટેડ હેલ્પલાઈન અથવા ઓનલાઈન પોર્ટલ બનાવવું જોઈએ, જિલ્લા અને તાલુકા સ્તરે સરપંચો સાથે નિયમિત બેઠકો યોજીને તેમના સૂચનો લેવા જોઈએ, સરપંચને ઉચ્ચ વીમા સુરક્ષા કવચ જેવી સુવિધાઓ આપવી જોઈએ, સરપંચને માનદ વેતન અને સારી સુવિધાઓ મળવી જોઈએ તે સહિતની માંગ કરેલ છે.
