માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબી આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા શરૂ, ૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે


SHARE











મોરબી આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા શરૂ, ૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની  સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ - ૨૦૨૫ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે તારીખ ૨૪/૦૪/૨૦૨૫ થી ૩૦/૦૬/૨૦૨૫ સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકાશે

ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ  રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી 1.Internet Banking. 2.Credit Card 3.UPI ID - UPI QR Code. 4.NEFT. વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. જિલ્લાના દરેક આઈ.ટી.આઈ. ખાતે ૧૦:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવા તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત રહેશે. વધુ માહિતી માટે સંસ્થાની https://itimorbi.gujarat.gov.in/ વેબ સાઈટની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે.

ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) શાળા છોડયાનું પ્રમાણપત્ર (૩) જાતી/ કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS), (૪) દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, (૫) રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ, (૬) આધાર કાર્ડ, (૭) પાસપોર્ટ સાઇઝ ફોટો સહિત જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાની રહેશે. વધુ વિગતો માટે મોરબી ઔધોગિક તાલીમ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા મોરબી ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.




Latest News