માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ડોકટર પુત્ર ડો.ચિરાગ અઘારા બન્યા યુરોલોજીસ્ટ


SHARE











મોરબીના ડોકટર પુત્ર ડો.ચિરાગ અઘારા બન્યા યુરોલોજીસ્ટ

મોરબી, સરસ્વતી શિશુ મંદિર શક્ત શનાળાના પ્રમુખ અને વિદ્યા ભારતી પશ્ચિમ ક્ષેત્રના ઉપાધ્યક્ષ અને ચિરાગ સર્જીકલ હોસ્પિટલ વાળા ડો.બાબુલાલ અધારાના પુત્ર ડૉ. ચિરાગ બાબુલાલ અઘારા એસ. એન.મેડિકલ કોલેજ, જોધપુર રાજસ્થાન ખાતે લેવાયેલ એમસીએચ (યુરોલોજી) પરીક્ષામા ઉત્તીર્ણ થયેલ છે.ડો.ચિરાગ સરસ્વતી શિશુમંદિર , ભચાઉ અને મોરબીના પૂર્વ વિદ્યાર્થી છે.વિદ્યાર્થીઓના પ્રારંભિક અભ્યાસ અને ઘડતરમાં બાલ્યાવસ્થામાં તેમજ પાયાના પ્રાથમિક શિક્ષણનું ખૂબ જ મહત્વ હોય છે.ત્યારે ડો.ચિરાગ અધારાના જીવનમાં સરસ્વતી શિશુમંદિરનો મહત્વનો ફાળો હોય શિશુ મંદિર તથા વિદ્યાભારતી પરિવારનો અધારા પરિવાર દ્વારા આભાર પ્રકટ કરવામાં આવ્યો છે.તેમજ આજે ઘણા બધા લોકોને પથરી અને કિડનીના રોગોથી ગ્રસ્ત હોય છે ત્યારે એક સારા માનવતાવાદિ અને હોંશિયાર યુરોલોજીસ્ટ ડોક્ટરનો મોરબી પંથકમાં લાભ પ્રાપ્ત થવાનો હોય ડો.ચિરાગ અધારાને એમના મિત્રવર્તુળ,સગા સ્નેહીઓ સબંધીઓ નગરજનો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.




Latest News