મોરબીના આમરણ ગામે નજીવી વાતમાં યુવાનને લાફા ઝીકિને લાકડાના ધોકા વડે માર માર્યો
વાંકાનેરના નવા વઘાસિયા ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
વાંકાનેરના નવા વઘાસિયા ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
વાંકાનેરના નવા વઘાસિયા ગામે રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ નવા વઘાસીયા ગામે રહેતા સંગીતાબેન બાબુભાઈ ઉઘરેજા (23) નામની મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાના મકાનની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં આગળની તપાસ રમેશચંદ્ર મીયાત્રા ચલાવી રહ્યા છે