મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે નજીવી વાતમાં યુવાનને લાફા ઝીકિને લાકડાના ધોકા વડે માર માર્યો


SHARE















મોરબીના આમરણ ગામે નજીવી વાતમાં યુવાનને લાફા ઝીકિને લાકડાના ધોકા વડે માર માર્યો

મોરબીના આમરણ ગામે રહેતા યુવાનને નજીવી વાતમાં ગાળો આપીને ગાલ ઉપર લાફા માર્યા હતા અને છાતીના ભાગે પાટુ માર્યું હતું તેમજ લાકડી વડે શરીરે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે દાવલશાવાસમાં રહેતા ઈકબાલ બાવામિયા બુખારી (30) નામના યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાકીરમીયા રજાકમીયા બુખારી રહે. આમરણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે આરોપીના ભાઈ સરફરાજમિયાને રમજાન મહિનામાં ગરીબોને વેચવા માટેની કરિયાણાની કીટ આવેલ હોય તે બાબતે ફરિયાદી આરોપીના ભાઈની હલકાઈ કરતા હોય તેનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી અને ગાલ ઉપર લાફા મારીને છાતીના ભાગે પાટુ માર્યું હતું ત્યારબાદ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને ડાબા ખભા તથા જમણા પગમાં સાથળના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્ક સોસાયટીના ગેટ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 600 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને સાહિલભાઈ રફિકભાઈ સેડાત (19) રહે. લાતી પ્લોટ શેરી નં-14 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે

બે બોટલ દારૂ

મોરબીના શનાળા પાસે આવેલ ઇન્દિરાવાસમાં સાંઈબાબા મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1820 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલા (35) રહે સનાળા ઇન્દિરાવાસ સાંઈબાબા મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે






Latest News