માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે કારખાનામાં કોઈ પ્રવાહી પી ગયેલ પોણા બે વર્ષની બાળકીનું મોત


SHARE











મોરબીના જાંબુડીયા પાસે કારખાનામાં કોઈ પ્રવાહી પી ગયેલ પોણા બે વર્ષની બાળકીનું મોત

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પરિવારની પોણા બે વર્ષની બાળકી કોઈ પ્રવાહી પી ગઈ હોવાના કારણે તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજ્યું હતું જેથી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ ફોરેન ડેકોર કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ધર્મેન્દ્રસિંહ માંગીલાલજી માલવીયની પોણા બે વર્ષની દીકરી લક્ષ્મીબેન ફોરેન ડેકોર કારખાનામાં રમતા રમતા કોઈ પ્રવાહી પી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નિજાયું હતું જેથી આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ એ.એચ. પરમાર ચલાવી રહ્યા છે.






Latest News