મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ખેતીની જમીનમાં ખડકી દેવાયેલા ત્રણ શોપિંગ સેન્ટરની 38 દુકાનો સીલ


SHARE



































મોરબીમાં ખેતીની જમીનમાં ખડકી દેવાયેલા ત્રણ શોપિંગ સેન્ટરની 38 દુકાનો સીલ

મોરબીના કંડલા બાઇપાસ રોડ નજીક આવેલ ખેતીવાડીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર જ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યા હતા જેથી કરીને મહાપાલિકા દ્વારા આજની તારીખે એક કે બે નહીં પંરતુ ત્રણ કોમ્પલેક્ષની 38 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવેલ છે

મોરબી નગરપાલિકા હતી ત્યારે કોઈપણ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આડેધડ કોઈપણ પ્રકારે મંજૂરી લીધા વગર બાંધકામો કરી નાખવામાં આવતા હતા અને આવી રીતે ઊભા કરવામાં આવેલા ગેરકાયદે બંધકામોને છેલ્લા વર્ષોમાં જે ઇમ્પેક્ટ ફી ની યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી હતી તેમાં આવરી લેવામાં આવેલ છે અને ઇમ્પેક્ટ ફી લઈને ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ્ડ કરી દેવામાં આવ્યા છે જોકે, મોરબી મહાપાલીકા અસ્તિત્વમાં આવ્યા બાદ કમિશનરની સૂચના મુજબ સમગ્ર સ્ટાફ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના વિસ્તારમાં આવેલ ગોકુળ મથુરા સોસાયટી પાસે 7 દુકાનવાળું એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ઊભું કરવામાં આવ્યું છે તેવી જ રીતે તેની સામેના ભાગમાં 12 દુકાન વાળું બે માળનું કોમ્પ્લેક્સ અને દલવાડી સર્કલ પાસે 19 દુકાનવાળું એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ઊભું કરવામાં આવ્યું છે જેથી ત્રણ કોમ્પ્લેક્સમાં બનાવવામાં આવેલ કુલ મળીને 38 જેટલી દુકાન સીલ કરેલ છે અને આ બાંધકામ કરનારા આસામીઓને અગાઉ બાંધકામ મંજૂરી ન હોવાથી નોટિસ આપવામાં આવી હતી ત્યારે બાદ આજે ત્રણેય શોપિંગ સેન્ટરને સીલ કરેલ છે અને હવે બિનખેતી તેમજ બાંધકામ માટે ઇમ્પેક્ટ ફ્રી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યાર બાદ જ આ ત્રણેય શોપિંગ સેન્ટરની દુકાનોના સીલ ખુલશે તેવું મહાપાલીકાના અધિકારી શુભમ પટેલે માહિતી આપતા જણાવ્યું છે.


















Latest News