મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો


SHARE













વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો

વાંકાનેરમાં દુકાન ભાડે આપેલ હતી જેને ભાડુત બંધ અને પડતર હાલતમાં રાખતા દુકાનના માલિકે કોર્ટમાં દાવો કર્યો હતો જે કેસ ચાલી જતાં કોર્ટે દુકાનદારની દુકાનનો ખાલી કબ્જો મેળવવા અંગેની દાદ મંજુર રાખેલ નથી

વાંકાનેરના નીતીનભાઈ રમણીકલાલ ખરૈયાએ તેમની નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ દુકાન ભાડે આપેલ હતી અને ભાડુદુકાનને બંધ અને પડતર હાલતમાં રાખતા હતા જેથી દુકાનનો ખાલી કબ્જો મેળવવા દુકાનદારે ભાડુઆત અંદોદરીયા જયંતીલાલ કરમશીભાઈ સામે વાંકાનેરની કોર્ટમાં રે. દિવાની કેશ નં.૧૦૯/૨૧ થી દાવો દાખલ કર્યો હતો. આ દાવો વાંકાનેર કોર્ટમાં ચાલી જતા પ્રતિવાદીભાડે રાખેલ દુકાન બંધ અને પડતર હાલતમાં રાખતા હોય દુકાનના કાયમી સ્વરૂપના દુકાનમાં ફેરફાર કરેલ છે. તે મુદો કોર્ટે માન્ય રાખેલ નથી અને પ્રતિવાદી અંદોદરીયા જયંતીલાલ કરમશીભાઈને દુકાન ખાલી કરવા માટે કોર્ટે હુકમ કરેલ નથી. આમ કોર્ટના જજ એસ.કે.પટેલ સાહેબ દ્વારા વાદીની દુકાનનો ખાલી કબ્જો મેળવવા અંગેની દાદ મંજુર રાખેલ નથી આ કેસમાં પ્રતિવાદી પક્ષે મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક અને તેમની સાથે હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ પી.ચાવડા, કિશોરભાઈ સુરેલા ત્થા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.




Latest News