મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

જુનાગઢથી મોરબીની જેલમાં લઈ જવતો આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર


SHARE



































જુનાગઢથી મોરબીની જેલમાં લઈ જવતો આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર

જુનાગઢ જેલમાંથી જેલ બદલી માટે મોરબી જેલ ખાતે આરોપીને લઈને પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ આવી રહ્યા હતા ત્યારે ટંકારાના મીતાણા ગામ પાસે તેઓનું સરકારી વાહન ગરમ થઈ ગયું હતું જેથી ખજૂરા હોટલના પાર્કિંગમાં વાહન ઉભું રાખ્યું હતું અને ત્યારે આરોપીએ ટોયલેટ જવું છે તેવું કહ્યું હતું જેથી તેને ટોયલેટ લઈ ગયા હતા અને ત્યાંથી બહાર નીકળીને આરોપીએ પોલીસ જવાનનો હાથ છોડાવીને હાથ કડી સાથે સ્થળ ઉપરથી નાશી ગયેલ છે જેથી જુનાગઢના પીએસઆઇ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા રવિશંકર સરદારસિંહ ડામોરએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા રહે. જૂનાગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી કાચા કામનો આરોપી હોવાથી ફરિયાદી તથા સાહેદો તેને સરકારી વાહનમાં જેલ બદલી માટે મોરબી જેલ ખાતે લઈ જતા હતા દરમિયાન મીતાણા ગામથી આગળના ભાગમાં હાઇવે રોડ ઉપર અચાનક તેઓનું સરકારી વાહન ગરમ થઇ જતા ગાડીને ખજુરા હોટલના પાર્કિંગમાં ઉભી રાખવામાં આવી હતી ત્યારે આરોપીએ ટોયલેટ જવું છે તેવુ કહ્યું હતું જેથી તેને ખજૂરા હોટલના ટોયલેટમાં લઈ ગયા હતા અને ત્યાંથી બહાર નીકળતા સમયે આરોપીએ એએસઆઈ જયેશભાઈનો હાથ છોડાવીને ટોયલેટમાંથી બહાર નીકળીને હાથ કડી સાથે બાજુની દીવાલ ઠેકીને ત્યાંથી નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં પીએસઆઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


















Latest News