મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE



































મોરબીના સરતાનપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના સરતનપર રોડ ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને ટ્રક ચાલકે હડફેટ લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવારમાં તેનુ મોત નીપજયું હતું જેથી આ બનાવમાં મૃતક યુવાનની પત્નીએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ કયુંસેવન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજુબેન જગદીશભાઈ ઋષિ (22)એ હાલમાં ટ્રક નંબર જીજે 39 ટી 1603 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના સરતાનપર રોડ ઉપર મોટો સિરામિક કારખાના પાસેથી ફરિયાદીના પતિ જગદીશભાઈ સહદેવભાઈ ઋષિ (33) સાહેદ સુનિલભાઈનું બાઈક નંબર એમપી 37 ઝેડઇ 6412 લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને સામેથી ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીના પતિને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ છે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

વાહનમાં નુકશાન

મોરબીમાં આવેલ ઋષભનગર શેરી નં-3 માં રહેતા નરેન્દ્રભાઈ મુકેશભાઈ રાજગોર (41) એ ટ્રક નંબર જીજે 11 ટી 9696 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, લાલપર ગામ નજીક આવેલ ઓમકાર પેટ્રોલ પંપથી આગળના ભાગમાં રીયલ કોમ્પલેક્ષ સામે સર્વિસ રોડ ઉપરથી ફરિયાદી તેની કાર નંબર જીજે 36 એફ 6010 લઈને પેટ્રોલ પંપમાં ડીઝલ ભરવા માટે જતા હતા ત્યારે ટ્રકના ચાલકે ફરિયાદીની કારમાં ડ્રાઇવર સાઈડના પાછળના દરવાજા તથા પાછળના બમ્પરમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી તેની ગાડીમાં નુકસાન થયું હોય હાલમાં નરેન્દ્રભાઈ રાજગોરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


















Latest News