મોરબીમાં દેશીના ધંધાર્થીએ સરકારી જમીન ઉપર બનાવેલ મકાન તોડી પડ્યું: 1 કરોડની જમીન દબાણમુક્ત
મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ પાસેથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જે ચોરાઉ બાઈકની સાથે મોરબીના જેલ ચોક પાસેથી પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ પાસે બચુબાપાના ઢાબા નજીક પાણીના ટાંકો આવેલ છે.ત્યાં બાઈક નંબર જીજે ૩ સીએમ ૯૮૩૩ પાર્ક કરીને મૂક્યું હતું જે રૂા.૪૦ હજારની કિંમતનું બાઇક ચોરી કરવામાં આવ્યું હતું.જેથી નાનજીભાઈ જીવાભાઈ પરેશા (૪૬) રહે.નવલખી રોડ સેંટમેરી ફાટક પાસે મફતિયાપરા મોરબી એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ એસ.વી.દાફડા તથા સ્ટાફ દ્વારા આરોપી મહેશ ઉર્ફે ભૂરી પોપટભાઈ પરમાર (૩૪) રહે.બૌદ્ધનગર ફીલ્ટર હાઉસ પાસે ભડીયાદ સામાકાંઠે મોરબી-૨ વાળાને ઉપરોક્ત નંબરના પ્લેઝર મોટર સાયકલ સાથે તા.૨૫-૪ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં જેલ રોડ ઉપર આવેલ દવાખાના પાસેથી પકડી પાડયો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદના જુના દેવડીયા ગામે રહેતો પેથાભાઈ લક્ષ્મણભાઈ નામનો ૨૮ વર્ષનો યુવાન તા.૨૫ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં દેવળીયા ગામથી ચરાડવા બાજુ જતો હતો.ત્યારે દેવળીયા ગામ પાસેના પાણીના ટાંકા પાસે તેનું બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામતા અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તે રીતે જ હળવદના સમલી ગામે રહેતા કંકુબેન ડાયાભાઈ ચાવડા નામના ૭૯ વર્ષના વૃદ્ધા ગામમાં આવેલ પ્રાથમિક શાળા પાસે હતા ત્યાં આખલાની હડફેટે ચડી જતા ઈજા પામેલ હોય કંકુબેનને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહેવાસી મનસુખભાઈ બારૈયા નામના ૬૩ વર્ષના આધેડ તા.૨૬ ના સાંજના સમયે ગામ નજીકથી બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થવાના બનાવમાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા અત્રે મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હોય મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ બનાવની ટંકારા પોલીસની જાણ કરી હતી.
ફિનાઇલ પી જતા સારવારમાં
મોરબી ખાટકીવાસ વિસ્તારમાં રહેતો તુફેલ તારમામદ જુનાની નામનો ૧૮ વર્ષનો યુવાન કોઈ કારણોસર ફિનાઇલ પી જતા સારવારમાં લઈ જવાયો હતો.જ્યારે મોરબી કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો દિલીપ અશોકભાઈ ગણેશા નામનો ૩૫ વર્ષનો યુવાન પણ અકળ કારણોસર ફીનાઇલ પી ગયો હોય તેને સિવિલે સારવારમાં લઈ ગયા હતા.ઉપરોક્ત બંને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરી કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.
મશીનમાં હાથ આવી જતા સારવારમાં
માળિયા મિંયાણાના બગસરા ગામે રહેતા અલ્તાફભાઈ સિદિકભાઈ સુમરા નામનો યુવાન લાલપર ગામ પાસે આવેલ બાલાજી લેમિનેશન પાસે કામ કરી રહ્યો હતો.દરમ્યાનમાં ત્યાં તેનો ડાબો હાથ મશીનમાં આવી જતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
