આતંકી હુમલાના દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.એ શ્રદ્ધાજંલી પાઠવી
મોરબીના લખધીરપુર રોડ ઉપર માટીના ઢગલા પાસે યુવાનનો મૃતદેહ મળ્યો, ઓળખ મેળવવા તજવીજ
SHARE








મોરબીના લખધીરપુર રોડ ઉપર માટીના ઢગલા પાસે યુવાનનો મૃતદેહ મળ્યો, ઓળખ મેળવવા તજવીજ
મોરબી લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક નજીક માટીના ઢગલા પાસે કોઈ કારણસ મૃત્યુ પામેલ હાલતમાં અજાણ્યો 40 વર્ષનો યુવાન મળી આવેલ હતો જેથી તેના બોડીનું ફોરેન્સિક પીએમ કરવવામાં આવ્યું હતું અને હાલમાં તેની ઓળખ થયેલ નથી જેથી મૃતક યુવાનને કોઈ ઓળખતા હોય કે પછી તેના વિષેની કોઇની પાસે માહિતી હોય તો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કે પછી તપાસનીસ અધિકારીને આપવા માટે અપીલ કરવામાં આવેલ છે.
મોરબી લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક તથા પોર્સીપોસ વેરહાઉસ વચ્ચે આવેલ માટીના ઢગલા પાસે કોઈ કારણસર અજાણ્યો 40 વર્ષનો યુવાન મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ હતો જેથી કરીને તેના બોડીને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ફોરેન્સીક પીએમ માટે લઈ જવામાં આવેલ છે અને ત્યાર બાદ તેના બોડીને મોરબી સરકારી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે જો કે, મૃત્યુ પામેલા યુવાનની હજુ સુધી કોઈ ઓળખ મળેલ નથી જેથી તેના કોઈ વાલી વારસ કે પછી સગા સંબંધી અથવા તો તેના ઓળખીતા હોય તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવા માટે જણાવ્યુ છે અને મૃતક યુવાન વિષેની કોઈ પણ માહિતી કે જાણકારી હોય તો તે તપાસ કરી રહેલા એ.એમ.ગરીયાના મોબાઈલ નંબર ૯૦૧૬૩ ૮૮૮૧૯ કે પછી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર ૬૩૫૯૬ ૨૬૦૬૬ ઉપર આપવા માટે અપીલ કરેલ છે.

