મોરબીના લખધીરપુર રોડ ઉપર માટીના ઢગલા પાસે યુવાનનો મૃતદેહ મળ્યો, ઓળખ મેળવવા તજવીજ
મોરબીના આંદરણા ગામે આદ્રોજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સંપન્ન
SHARE








મોરબીના આંદરણા ગામે આદ્રોજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સંપન્ન
મોરબીના આંદરણા ગામે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કથાના મુખ્ય યજમાન ભરતભાઈ રતિલાલભાઈ આદ્રોજા તથા આદ્રોજા પરિવાર હતો જે ભાગવત કથા સંપન્ન થઈ ગયેલ છે આ કથાનું પિયુષ મહારાજ દ્વારા શ્રોતાઓને રસ પાન કરાવવામાં આવ્યું હતું અને કથામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ધનજીભાઈ દંતાલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તે ઉપરાંત નકલંક મંદિરના મહંત દામજીભગત તેમજ અન્ય સંતો મહંતો હાજર રહ્યા હતા. આ કથા દરમ્યાના જમ્મુમાં કરવામાં આવેલ આતંકી હુમલાના દિવંગતોને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સરકાર “ઇંટનો જવાબ પથ્થરથી આપે” તેવી ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી હતી.

