માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી કાઢવાનો મામલો: બે શખ્સ પકડાયા, એકની શોધખોળ


SHARE











વાંકાનેરમાંથી પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી કાઢવાનો મામલો: બે શખ્સ પકડાયા, એકની શોધખોળ

વાંકાનેરમાંથી બે દિવસ પહેલા રાત્રીના સમયગાળા દરમિયાન ત્રણ ગાડીઓ પસાર થઈ હતી તે પૈકીની એક ગાડી ઉપર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવવામાં આવ્યો હતો અને અન્ય બે ગાડી ઉપર લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને હાલમાં જે બે ગાડીમાં લીલા ઝંડા લગાવવામાં આવ્યા હતા તે બંને ગાડીના ચાલકને પકડવામાં આવેલ છે જો કે, પેલેસ્ટાઇનનો દેશનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો તે ગાડીના ચાલકને પકડવા માટે વાંકાનેર સીટી પોલીસની ટિમ તપાસ કરી રહી છે.

જમ્મુના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેવામાં સમયે વાંકાનેર શહેરમાં ગત તા. 26/ના રોજ રાત્રિના સમયે ત્રણ ગાડીઓ પસાર થઈ હતી જે ત્રણ પૈકીની બે ગાડીમાં લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા જો કે, સ્વિફ્ટ ગાડીમાં બોનેટ પાસે પેલેસ્ટાઇન દેશનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો જે ત્રણેય ગાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મહિન્દ્રા થાર ગાડી નંબર જીજે એમએચ 5510, સ્વિફ્ટ ગાડી નંબર જીજે પીડી 9211 તથા એક અજાણી નંબર પ્લેટ વગરની કારના ચાલક સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને હાલમાં વાંકાનેર સિટી પોલીસે આરોપી યાસીન વાલીમામદ બાયદાણી (25) રહે. રાધે હોટલની બાજુમાં વેલનાથ સોસાયટી કુવાડવા રાજકોટ અને પ્રિન્સ નરેશભાઈ કાકડીયા (21) રહે. પટેલ વાડી સામે પટેલ નગર કુવાડવા રાજકોટ વાળાને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે જો કે, જે ગાડીમાં પેલેસ્ટાઇનનો દેશનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો તે ગાડીના ચાલકને પકડવાનો બાકી છે તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News