વાંકાનેરમાંથી પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી કાઢવાનો મામલો: બે શખ્સ પકડાયા, એકની શોધખોળ
મોરબીના 602 જમીન કૌભાંડમાં નેતા-અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોય તપાસને ઘૂમરાવે ચડાવી હોવાની ચર્ચા: આરોપી કોણ કોણ તે રહસ્ય હજુ પણ અકબંધ !
SHARE
મોરબીના 602 જમીન કૌભાંડમાં નેતા-અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોય તપાસને ઘૂમરાવે ચડાવી હોવાની ચર્ચા: આરોપી કોણ કોણ તે રહસ્ય હજુ પણ અકબંધ !
મોરબીમાં 602 વાળી કરોડો રૂપિયાની જમીનમાં કૌભાંડ કરવામાં આવ્યું હતું જેથી કરીને જમીનના મૂળ માલિક દ્વારા અરજીઓ અને ફરિયાદ કરવામાં આવી હતી ત્યાર બાદ તપાસ કરવામાં આવી રહી હતી જેમાં કેટલાક મોટામાથા અને અધિકારીઓનાં પગ નીચે રેલો આવે તેવી શ્ક્યતા હતી જેથી કરીને યેનકેન પ્રકારે આ તપાસને ઘૂમરાવે ચડાવવામાં આવી હતી અને હાલમાં આ તપાસ ડીજીપીની સીધી દેખરેખ હેઠળ સીઆઇડીના આઈસી સેલના ડીવાયએસપીને સોંપવામાં આવેલ છે જો કે, આજની તારીખે મોરબીના લોકોને સમજાતું નથી કે તપાસને કોણ ધૂમરાવે ચડાવે છે અને કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલ છે તેનું રહસ્ય હજુ પણ અકબંધ જ છે.
મોરબીમાં ખોટા મરણના દાખલા, ખોટો વારસાઈ આંબો, ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને જમીન પચાવી પાડવા માટેનો માસ્ટર પ્લાન બનાવેલ હતો જો કે, જમીનના મૂળ મલીકને તેની સમયસર જાણ થઈ ગયેલ હતી જેથી અરજીઓ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે જો કે, વૃદ્ધની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી કરીને જમીનની લે વેચ કરનારા સામે અરજી કરવામાં આવી ત્યારથી લઈને આજ સુધી આ જમીન કૌભાંડની તપાસ વારંવાર કેમ તપાસનીસ અધિકારીઓને બદલાવવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે કેમ કે, સામાન્ય રીતે કોઈપણ ગુનાની તપાસ કરનારા અધિકારીની સામે કોઈ પણ પ્રકારના આક્ષેપ ફરિયાદી પક્ષેથી કરવામાં આવે તો તેની પાસેથી તપાસ લઈને બીજા અધિકારીને સોંપવામાં આવે છે જો કે, આ જમીન કૌભાંડની તપાસમાં અધિકારીઓના પગ નીચે સીધો રેલો આવે છે જેથી તપાસને ઘુમરવે ચડાવતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
મોરબીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમએ તેઓની માલીકીની જમીનમાં બોગસ આધાર પુરાવા આધારે વારસાઈ એન્ટ્રી કરવામાં આવી છે તેવી અરજી પહેલા એસપીને કરવામાં આવી હતી ત્યાર બાદ તે અરજીની તપાસ ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવેલ હતી અને તે અરજી આધારે ફરિયાદ લેવામાં આવે તે પહેલા જ ડીવાયઅસપી પાસેથી કોઈ પણ કારણવગર તપાસ લઈ લેવામાં આવી હતી અને જે તે સમય જીલ્લામાં નવા મુકાયેલા ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી જો કે, ડીવાયએસપી પી.એ.ઝાલા પાસેથી ત્યારે તપાસ કેમ લેવામાં આઈ હતી તે અંગેનો આજની તારીખે પણ ખુલાસો થયેલ નથી. !?
ત્યાર બાદ ભીમજીભાઈ બેચરભાઈ નકુમએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જો કે, ફરિયાદી કહ્યું તે મુજબ નહીં પરંતુ પોલીસે માત્ર શાંતાબેન મનજીભાઈ પરમાર અને તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા સામે જમીન કૌભાંડની ફરિયાદ લીધેલ હતી જેથી કરીને ફરિયાદના બીજા જ દિવસે ફરિયાદી પોલીસે લીધેલ ફરિયાદની અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ત્યાર બાદ આ ફરિયાદની તપાસને રેન્જ આઇજીની સૂચના પછી પાછી મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવેલ હતી અને તેઓ આ ગુનાની ઝીણવટભરી તપાસ કરી રહ્યા હતા અને ઘણા લોકોના 164 મુજબના નિવેદન પણ લેવામાં આવ્યા હતા જેથી કરીને સંભવિત આરોપીઓને પરસેવો વળી ગયો હતો તેવામાં થોડા દિવસો પહેલા આ ગુનાની તપાસ ડીજીપીની સીધી દેખરેખ હેઠળ લઈ લેવામાં આવેલ છે અને સીઆઇડીના આઈસી સેલના ડીવાયએસપીને જમીન કૌભાંડની તપાસ સોંપવામાં આવેલ છે
જો કે, આ જમીન કૌભાંડમાં આજની તારીખે મોરબીના લોકોને સમજાતું નથી કે તપાસને મોરબી જીલ્લામાં કોણ ધૂમરાવે ચડાવે છે અને શા માટે ઘૂમરાવે ચડાવવામાં આવી રહી છે. અત્રે ઉલેખનીય છે કે, ડીવાયએસપી પી.એ.ઝાલા અરજીની તપાસ કરી રહ્યા હતા તેની સામે અરજદારને કોઈ ફરિયાદ ન હતી અને કોઈપણ પ્રકારના આક્ષેપ અરજદાર દ્વારા તપાસ સામે કરવામાં આવેલ ન હતા તો પછી એસપીએ તેઓની પાસેથી તાત્કાલિક અસરથી અરજીની તપાસ કેમ લઈ લીધી હતી અને નવ મુકાયેલા ડીવાયએસપીને તપાસ સોંપી હતી અને તે અધિકારીની હાજરીમાં કેમ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવામાં આવી હતી તે સહિતની બાબતોની પણ સીઆઇડીના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તે અનિવાર્ય છે તો જ આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલ છે તેનું રહસ્ય ઉકેલાશે તે નિશ્ચિત છે.
મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં ભીનું સંકેલવા અને કૌભાંડીઓને છાવરવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવેલ છે અને અમુક નેતાની પણ શંકાસ્પદ ભૂમિકા રહી હોવાની ચર્ચાઇ રહ્યું છે આટલું જ નહીં ફરિયાદીની વડીલોપાર્જિત જમીનમાં 16/7/2024 ના રોજ નમૂના નંબર છ માં વારસાઈ નોંધ નંબર 23871 પ્રમાણિત કરવામાં આવી હતી જે અંગેની જાણ તેઓને થતાની સાથે જ તેમણે તાત્કાલિક તા 3/8/24 ના રોજ મામલતદારમાં વાંધા અરજી કરી હતી. અને નાયબ કલેકટર સુશીલ પરમાર સમક્ષ જે વાંધા અરજી ચાલી ગઈ હતી તેમાં તા 27/9/2024 ના રોજ જમીનના મૂળ માલિકે લીધેલ વાંધો રદ કરવામાં આવ્યો હતો અને શાંતાબેન પરમારની જે વારસાઈ એન્ટ્રી હતી આમ મામલતદાર દ્વારા જે વારસાઈ નોંધ કરવામાં આવી હતી તેને 74 દિવસે નાયબ કલેકટર દ્વારા પ્રમાણિત કરી દેવામાં આવી હતી
જોકે, આ હુકમથી નારાજ જમીનના મૂળ માલિક ભીમજીભાઈ નકુમ દ્વારા તા 28/10/2024 ના મનાઈ હુકમ મેળવવા માટે કલેક્ટરમાં અરજી કરવામાં આવી હતી જોકે જમીનના મૂળ માલિક દ્વારા કરવામાં આવેલ અરજીમાં પહેલી મુદત તા. 28/1/2025 ના રોજ આપવામાં આવી હતી ! અને ત્યારબાદ બીજા જ દિવસે એટલે કે તા 29/1/2025 ના રોજ કલેક્ટરે નાયબ કલેક્ટર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ નોંધ સામે સ્ટે આપ્યો હતો એટલે કે એક બે નહીં પરંતુ 97 દિવસ સુધી જમીનના મૂળ માલિકે સ્ટે મેળવવા માટે થઈને અપીલ અરજી હતી તેને ધ્યાને લેવામાં આવી ન હતી અને ત્યારબાદ 98 માં દિવસે કલેકટર દ્વારા નાયબ કલેકટરના હુકમને સ્ટે આપવામાં આવેલ હતો જેથી આ દિશામાં પણ જો સીઆઇડીના અધિકારી તપાસ કરશે તો કઈક નવાજૂની થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.