મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા સારવારમાં


SHARE



































મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ નજીક સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર લેબર ક્વાર્ટરનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો અને ત્યારબાદ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ઇંગોરાળા ગામના રહેવાસી અને હાલમાં હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે ટેસા સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા હકાભાઇ બહાદુરભાઇ સીતાપરા જાતે કોળી (48) એ લેબર ક્વાર્ટરનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો અને ત્યારબાદ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જે અંગેની તાત્કાલિક જાણ થઈ જતા તેઓને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન  સારવારમાં

હળવદના રહેવાસી સુભાન ઉમરદિનભાઈ બાબરીયા (35) નામનો યુવાન બાઇકમાં નીચી માંડલ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઇકો ગાડીના ચાલકે પાછળથી તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થઇ હતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ એરટીકા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા સુરેન્દ્ર (27) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.


















Latest News