મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા સારવારમાં
મોરબીના આમરણ પાસે અકસ્માત બાદ રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત-એક સારવારમાં
SHARE








મોરબીના આમરણ પાસે અકસ્માત બાદ રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત-એક સારવારમાં
મોરબી નજીકના આમરણ ગામે ટોલનાકા પાસે થાર કારના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધુ હતુ.આ બનાવમાં જામનગરથી હાજીપીર જઇ રહેલા બે યુવાનોને ઇજા થયેલ હોય મોરબી સિવિલે લવાયા હતા બાદમાં વધુ સારવાર માટે એક યુવાનને રાજકોટ ખસેડાયો હતો.તે યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ તથા રાજકોટ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગત તા.૨૬ ના રોજ મોરબી-જામનગર હાઇવે ઉપરના આમરણ ગામે ટોલનાકાથી આગળ મેલડી માતાજીના મંદિર પાસે અજાણ્યા થાર કારના ચાલકે ડબલ સવારીમાં જઇ રહેલ બાઇકને હડફેટે લેતા જામનગરથી કચ્છમાં આવેલ હાજીપીર ખાતે જઇ રહેલા બાઇક સવાર મોહંમદહુસેન યાસીનભાઈ પંજા (ઉં.વ.૩૧) રહે.પટ્ટણીવાડ, જામનગર અને જુમાભાઇ ખાટકી (ઉ.વ.૧૭) રહે.જામનગરને ઇજાઓ થતા મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.બાદ બે પૈકીના મોહંમદહુસેન યાસીનભાઈ પંજા (ઉં.વ.૩૧) રહે.પટ્ટણીવાડ, જામનગરને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા ઇમરજન્સી વિભાગમાં દાખલ કર્યો હતો.જયાં ટુંકી સારવાર દરમ્યિાન મોહંમદહુસેન યાસીનભાઈ પંજાનું તા.૨૭-૪ ના રોજ સવારે ૫ વાગ્યે મોત નિપજયુ હતુ.બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
હળવદ તાલુકાના રાણેકપર ગામના કરશનભાઈ છેલાભાઈ ભરવાડ નામના ૩૦ વર્ષના યુવાનને મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ મચ્છુ માતા મંદિર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે અત્રેની સિવિલે લઈ જવાયા હતા.જ્યારે હળવદના જ સુંદરગઢ ગામે રહેતા પાયલબેન વિઠ્ઠલભાઈ ચરમારી (ઉંમર ૨૮) નામની યુવતી વાડીએ કોઈ અજાણી દવા પી જતા તેણીને અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા અંજુબેન દિનેશભાઈ શિશાંગીયા નામની મહિલા સ્વામિનારાયણ મંદિર પાસેથી રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન કોઈ અજાણી કારના ચાલકે તેઓને હડફેટ લેતા ઈજા પામેલ મહિલાને અત્રેની સાગર ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને તે બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના બહાદુરગઢ અને નાગડાવાસ ગામ વચ્ચે વાહન અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ હાલતમાં નવઘણભાઈ અજીતભાઈ ઝિંઝુવાડીયા (૨૬) રહે.સાદુળકા તા.જી.મોરબી ને અત્રેની સિવિલે સારવાર માટે લવાયો હોય બનાવને પગલે તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

