માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં સારવારમા
SHARE








માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં સારવારમા
માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થયેલ છે જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા છે અને આ લોકોને નોનવેજ ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ થયેલ હોવાનું સામે આવ્યું છે અને બાળકો સહિતના તમામ લોકો સારવાર હેઠળ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી)ના ખારા વિસ્તારમાં શહેનસાવલીના પાટિયા પાસે રહેતા રહીમભાઈ કરીમભાઈ મોવરના પરિવાર 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થયેલ છે જેથી તેઓને સારવાર માટે મોરબી સિવિલે લઈને આવેલ છે અને આ લોકોને બપોરે નોનવેજમાં ઝીંગાનું શાક ખાધા બાદ તે લોકોને ઝાડા ઉલટી થવા લાગેલ છે જેથી ફૂડ પોઇઝનિંગ થતાં તમામ લોકોને સારવારમાં ખસેડાયેલ છે. વધુમાં મળી રહેલ માહિતી મુજબ તેઓના પરિવારમાં કુલ 16 સભ્યો જે પૈકીનાં 14 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું છે. અને તેમાં 6 પુરુષ, 5 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે. અને આ બનાવની માળીયા તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવેલ છે.

