મોરબી જલારામ મંદિરે સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચાના પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ
મોરબી જિલ્લાના ૨૮ શિક્ષકોને ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ આપી કરાયા સન્માનિત
SHARE








મોરબી જિલ્લાના ૨૮ શિક્ષકોને ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ આપી કરાયા સન્માનિત
આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં અનેક પર્યાવરણીય પડકારો સર્જાયા છે ત્યારે તે વિશે સમાજમાં જાગૃતિ ફેલાવી આ ગંભીર વૈશ્વિક સમસ્યાને ઉકેલવા માટે આરંભાયેલા અભિયાનમાં ખભે ખભા મિલાવી સ્વચ્છતા, પ્રદૂષણ નિવારણ, જળ સંચય, ઉર્જા બચત, પ્લાસ્ટિક મૂતિ, જમીન સુધારણા જેવા વિવિધ પ્રકલ્પોને વેગ આપવા અને સમાજમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુઓને અગ્રતા આપી પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટેના પરિણામલક્ષી પગલા ભરવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ૨૫૨૫ શિક્ષકોનું માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ગાંધીનગરના ટાઉનહોલ ખાતે શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી તાલુકામાંથી આઠ શિક્ષકો, ટંકારાના નવ શિક્ષકો, વાંકાનેરના ચાર શિક્ષકો, માળિયાના ચાર શિક્ષકો તથા હળવદના ત્રણ શિક્ષકો મળી મોરબી જિલ્લામાંથી કુલ ૨૮ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીડોર, જીસીઈઆરટી સચિવ એસ.જે. ડુમરાણીયા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોષી, વનવિભાગના અધિકારીઓ, પર્યાવરણ બચાવો સમિતિના સભ્યો, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન તેમજ પક્ષી બચાવો અભિયાનના સભ્યો ખાસ હાજર રહ્યા હતા.

