મોરબી જિલ્લાના ૨૮ શિક્ષકોને ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ આપી કરાયા સન્માનિત
૩૪ વર્ષ માહિતી અને પ્રસારણ વિભાગને સમર્પિત કરી વય નિવૃત્ત થતા મોરબી જિલ્લા માહિતી કચેરીના કેમેરામેન ભરતભાઈ ફુલતરીયા
SHARE








કર્તવ્ય નિષ્ઠા માટે પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિતનાએ નિવૃત જીવનની શુભકામનાઓ પાઠવી
સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં ૩૪ વર્ષ અને છેલ્લા ૧૧ વર્ષથી મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે વર્ષોથી ઓપરેટર તરીકે કાર્યરત ભરતભાઈ ફુલતરીયા વય નિવૃત્ત થતા સંયુક્ત માહિતી નિયામકમિતેષકુમાર મોડાસીયા, સહાયક માહિતી નિયામક સોનલબેન જોષીપુરા અને પારુલબેન આડેસરા તથા સૌરાષ્ટ્ર ઝોનના માહિતી વિભાગના તમામ કર્મયોગીએ તેમને ભાવભીની વિદાય આપી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
૩૪ વર્ષથી પણ વધુનો સમય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગને સમર્પિત કરી વય નિવૃત્ત થઈ રહેલા ભરતભાઈને તેમનું નિવૃત્તિ જીવન શુભ કાર્યમાં પ્રવૃત્તિ રહે તેમજ આગળનું જીવન તેઓ તંદુરસ્ત રીતે પસાર કરે તે માટે મોરબી સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરાએ શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી તેમની સિદ્ધિઓ સંબંધો કોને તેમજ દેરગંભીર અને સાલસ સ્વભાવ માટે તેમની સરાહના કરી હતી.ભરતભાઈ ફુલતરીયાએ ૨૪ વર્ષની વયે બનાસકાંઠા જિલ્લાના રાધનપુર ખાતે ૨૭/૦૩/૧૯૯૧ માં પ્રચાર કેન્દ્રમાં ફિલ્મ ઓપરેટર તરીકે તેમની નોકરીની શરૂઆત કરી હતી. ૧ થી ૯ ધોરણ સરકારી શાળા અને ત્યારબાદ બીએસસી મેથેમેટિક્સ કરી રાજકોટની AVPT કોલેજ ખાતે ચાલતા સિને પ્રોજેક્શન કોર્સનો કોર્સ કર્યો હતો. એ કોર્સના માધ્યમથી જ તેમણે ફિલ્મ ઓપરેટરની એક મહત્વની ભૂમિકા સાથે નોકરીની શરૂઆત કરી હતી.

