મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના શિક્ષકોના વહીવટી-ટેક્નિકલ પ્રશ્નો માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખને આપ્યું આવેદનપત્ર


SHARE









વાંકાનેરના શિક્ષકોના વહીવટી-ટેક્નિકલ પ્રશ્નો માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખને આપ્યું આવેદનપત્ર

વાંકાનેર તાલુકાના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના વહીવટી-ટેક્નિકલ બાબતોને લગતા પ્રશ્નોનું વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઇ દેસાઈને  આવેદન આપ્યું છે.

વાંકાનેર તાલુકાના ગણિત વિજ્ઞાનના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના શિક્ષકો ભણતરમાં ભાર ના પડે એ માટે BRC/ CRC માટે ચાર્જ ન આપવો પરંતુ એ જ શિક્ષકોને શાળામાં સૌથી વધુ જરૂરી કામ માં સમય લાગે અને બાળકોના ભણતરને વધારે અસર કરે એવી કામગીરી એટલે કે આચાર્યના ચાર્જ આપવો આવી બેવડી નીતિનો વાંકાનેર તાલુકાના તમામ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક દ્વારા વિરોધ કરવામાં આવેલ છે જે બાબતે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ હર હંમેશ શિક્ષકોના પ્રશ્નોમાં સાથે હોય એ રીતે આ મુખ્ય પ્રશ્નોમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રી દ્વારા તાત્કાલિક અસરથી આ બાબતો અને અન્ય તમામ જરૂરી બાબતો માટેનું આવેદન પત્ર તૈયાર કરેલ હતું જે જે આવેદન વાંકાનેર તાલુકાના પ્રાથમિક ઉચ્ચતર વિભાગ (ગણિત વિજ્ઞાન) ના શિક્ષકો અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની હાજરીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઇ દેસાઈને રૂબરૂમાં આપવામાં આવેલ છે અને આ મુખ્ય મુદ્દાઓના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા ખાસ રજૂઆત કરવામાં આવી છે જેની સામે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જલ્દીથી પ્રશ્નનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી




Latest News