માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂ ભરેલ રિક્ષા ઝડપાઇ, 1.10 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ


SHARE











મોરબીમાંથી દારૂ ભરેલ રિક્ષા ઝડપાઇ, 1.10 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ

મોરબીમાં માળિયા ફાટકના ઓવરબ્રિજ પાસેથી સીએનજી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે તે રીક્ષાને પોલીસે રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે રીક્ષા ચાલક પોતાની રીક્ષા મૂકીને નાસી ગયો હતો જેથી પોલીસ દ્વારા તે રીક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી 300 લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે રિક્ષા અને દારૂ મળીને 1,10,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને રીક્ષા ચાલક તથા તપાસમાં ખૂલે તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં માળિયા ફાટક ઓવરબ્રિજ પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2286 પસાર થઈ હતી ત્યારે તે રીક્ષાને રોકવા માટે થઈને પોલીસ દ્વારા પ્રયાસ કર્યો હતો ત્યારે રીક્ષા ચાલક પોતાની રીક્ષા છોડીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી પોલીસે રીક્ષાને ચેક કરી હતી ત્યારે તેમાંથી કુલ મળીને 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય 60,000 રૂપિયાની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧.૧૦ લાખનો મુદ્દામાસ્થળ ઉપરથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષાના ચાલક તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ભીખાભાઈ લાભુભાઈ (૫૦) નામના વૃદ્ધને હનુમાન મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે

બાળક સારવારમાં

ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા ગોલતર જાહાભાઈનો ચાર વર્ષનો દીકરો જેની દુકાનેથી બાઈકમાં બેસીને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી બાળકને ઈજા થ હોવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News