મોરબીમાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તકો અર્પણ કર્યા
મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૨ દર્દીઓએ લાભ લીધો
SHARE







મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૨ દર્દીઓએ લાભ લીધો
મોરબી જલારામ ધામ ખાતે સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૨૧૨ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૪૪ કેમ્પમાં કુલ ૧૨૮૯૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયુ છે અને ૫૭૮૪ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે
મોરબીમાં જલારામ મંદિરે ગઇકાલે રવિવાર સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૨૧૨ દર્દીઓએ લાભ લીધો હતો અને ૧૦૨ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. અને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
