મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં એક્ટિવા ચાલકનું ઉપરાણું લઈને આવેલા કાર ચાલકે પોલીસકર્મીને ફૂટબોલના દડાની જેમ ઉડાવી દેવાની આપી ધમકી


SHARE









મોરબીમાં એક્ટિવા ચાલકનું ઉપરાણું લઈને આવેલા કાર ચાલકે પોલીસકર્મીને ફૂટબોલના દડાની જેમ ઉડાવી દેવાની આપી ધમકી

મોરબીમાં રવાપર ચોકડી પાસે ટ્રાફિકની ફરજ બજાવતા કર્મચારી દ્વારા સાઈડ બંધ હોવાથી  છતાં એકટીવા લઈને જઈ રહેલા શખ્સને એકટીવા રોકવા માટે કહેવામા આવ્યું હતું ત્યારે તે શખ્સે પોતાનું એક્ટીવા ઊભું રાખ્યું ન હતું અને ત્યાર બાદ એક્ટિવા વાળાનું ઉપરાણું લઈને આવેલા શખ્સે ટ્રાફિક પોલીસને ગાળો આપીને “તું આ પોઈન્ટ ઉપર કેમ નોકરી કરેશ, હું તને કારથી ફૂટબોલના દડાની જેમ ઉડાવી દઈશ તેવી ધમકી આપી હતી”

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીની રવાપર ચોકડી પાસે સવારે અને સાંજના સમયે મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતો હોય છે તેવી જ રીતે ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં ટ્રાફિક હતો ત્યારે ઉમિયા સર્કલથી રવાપર ચોકડી તરફ આવવાના રસ્તા ઉપર સાઈડ બંધ હતી ત્યારે ત્યાંથી એક્ટિવા નંબર જીજે 36 એએમ 8180 લઈને એક શખ્સ પસાર થઇ રહ્યો હતો ત્યારે સાઈડ બંધ હોવાના કારણે ટ્રાફિક પોલીસે એક્ટિવા ચાલકને તેનું વાહન રોકવા માટે કહ્યું હતું જો કે, એક્ટિવા ચાલક ઉભો રહ્યો ન હતો અને હું હમણાં આવું છું એવું કહીને જતો રહ્યો હતો ત્યાર બાદ કાર લઈને એક શખ્સ ત્યાં આવ્યો હતો અને મારા મિત્રને કેમ રોકેલ તેવું કહીને ટ્રાફિક પોલીસને ગાળો આપી હતી આટલું જ નહીં પરંતુ “તું હવે પોઈન્ટ ઉપર કેમ નોકરી કરે છે, હું કારથી ફૂટબોલના દડાની જેમ તને ઉડાવી દઈશ” તેવી ધમકી ટ્રાફિક પોલીસને આપવામાં આવી હતી જેથી તે અંગેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોઈ ગુનો નોંધાયેલ નથી

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના બેલા (આ) ગામે રહેતા વિનુભાઈ દેવાભાઈ (૩૩) યુવાનને પોતાના ઘરે મારામારીનો બનાવ બનેલ હતો જેમાં તેને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના ખોડ ગામે રહેતા સહદેવભાઈ ધનાભાઈ (૨૩) નામનો યુવાન પાનેલી અને ગીડચ વચ્ચેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કોઈ જનાવર આવતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને ડાબા હાથમાં ઇજાઓ થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી છે




Latest News