મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ચરડવા ગામે અને વાંકાનેરમાં જુગારની બે રેડ: સાત શખ્સો પકડાયા


SHARE









હળવદના ચરડવા ગામે અને વાંકાનેરમાં જુગારની બે રેડ: સાત શખ્સો પકડાયા

હળવદ તાલુકાના ચરડવા ગામની સીમમાં મહાકાળી આશ્રમ પાસે અને વાંકાનેરમાં આવેલ ગ્રીન ચોક પાસે જુગારની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રકમ કબ્જે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ મહાકાળી આશ્રમ સામે ખરાબાની જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી યુવરાજસિંહ ભીખુભા ઝાલા (52) લવજીભાઈ નાથાભાઈ ગોહિલ (52) મનસુખભાઈ જીવાભાઇ સોલંકી (54) અને બાબુલાલ પુંજાભાઈ પરમાર જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 46,000 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

વાંકાનેરમાં આવેલ ગ્રીન ચોક પાસે ખોજાખાના નજીક ખુલ્લા પ્લોટમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા અશરફભાઈ કરીમભાઈ રફાઈ (28), જુમાભાઇ સુલેમાનભાઈ રફાઈ (24) અને નિઝામભાઈ ફકીરમામદભાઈ રફાઈ (22) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 10,300 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે પાણીના ટાંકા નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી 696 ની કિંમતની દારૂની બોટલ સાથે દર્શિત સુરેશભાઇ પારેખ (24) રહે. શેઠની વખાર પારેખ શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News