અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયાના પાટીયા પાસે બંધ ટ્રકમાં ટ્રક અથડાતાં કેબિનમાં ચગડાઈ જવાથી યુવાનનું મોત


SHARE

















હળવદના નવા દેવળીયાના પાટીયા પાસે બંધ ટ્રકમાં ટ્રક અથડાતાં કેબિનમાં ચગડાઈ જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના પાટીયા પાસે રોડ સાઈડમાં બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં ટ્રક અથડાયો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના કૌટુંબીક કાકાએ હાલમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ગાંધીધામ ખાતે ગીતાંજલિ ટ્રાન્સપોર્ટ ખાતે રહેતા અર્જુનસિંહ નારાયણસિંહ રાવત (34)હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર આરજે 48 જીએ 0533 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો કૌટુંબિક ભત્રીજોમૃતક મોકમસિંગ ખુમાનસિંગ રાવત (31) રહે. મૂળ રાજસ્થાન હાલ રહે ગાંધીધામ ગીતાંજલી ટ્રાન્સપોર્ટ વાળો ગીતાંજલી ટ્રાન્સપોર્ટનો ટ્રક નંબર જીજે 3 બીવી 6618 માં કોલસો ભરીને ગયો હતો અને અમદાવાદના છત્રાલ પાસે ખાલી કરીને ત્યાંથી તે ગાંધીધામ પરત આવવા માટે નીકળ્યો હતો ત્યારે રાત્રિના સમયે 12:00 વાગ્યાના અરસામાં ફરિયાદી અણીયારી ટોલનાકા પાસે હતો ત્યારે તેઓના ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા અભિમન્યુનો ફોન આવ્યો હતો કે મોકમસિંગની ગાડીનો દેવળીયા ગામના પાટીયા પાસે અકસ્માત થયેલ છે અને આરોપીના બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં મૃતકનો ટ્રક અથડાતા અકસ્માત થયો હતો અને ત્યારે ટ્રકની કેબિનની વચ્ચેના ભાગમાં ચકડાઈ જવાના કારણે ફરિયાદીના કૌટુંબિક ભત્રીજાને મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના કૌટુંબીક કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂની ભઠ્ઠી

વાંકાનેર તાલુકાના વીરપર ગામથી ભીમગુડા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ પાણીના ખાડામાં ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 500 લીટર આથો તથા 40 લીટર તૈયાર દેશી દારૂ અને ભઠ્ઠીના અન્ય સાધનો મળી આવ્યા હોય પોલીસે 26,200 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી ડાયાભાઈ મનજીભાઈ વિજવાડીયા (50) રહે. ઓ ચોરા પાસે રામજી મંદિર નજીક વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ભૂદરભાઈ ચોથાભાઈ ડાંગરોચા રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.






Latest News